
દાહોદ એસટી વિભાગના કર્મચારીઓની પ્રમાણિકતા મધ્યપ્રદેશના મુસાફરનું પાકીટ બસમાં રહી ગયું હતું મુસાફરનું 2 લાખ રૂપિયા ભરેલું પર્સ પરત આપ્યું

મધ્યપ્રદેશના કઠોરાના ડોંગરસીગ અમદાવાદ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. દાહોદ બસ સ્ટેશન પર બાથરૂમ જવા માટે ઉતર્યા બાદ તેમનું 2 લાખ રૂપિયા ભરેલું પાકીટ બસમાં રહી ગયું હતું. ગરસીગભાઈએ તરત જ દાહોદ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. કંટ્રોલ રૂમે એસટી બસના ડ્રાઇવર મનોજકુમાર પરમાર અને કંડક્ટર મહેશભાઈ પરમારને એક મુસાફરનું પૈસા ભરેલું પાકીટ બસમાં રહી ગયું છે.તેવી જાણ કરી હતી.જેથી બસના ડ્રાઈવર કંડક્ટરે બસને લીમખેડા બસ સ્ટેશન પર રોકી તપાસ કરતાં પાકીટ સહી સલામત મળી આવ્યું હતું. દાહોદ કંટ્રોલ રૂમે ડોંગરસીગને અન્ય બસમાં લીમખેડા મોકલતા લીમખેડાના કંટ્રોલર વિજયભાઈની હાજરીમાં તેમને પાકીટ પરત કરાયું હતું. પૈસા ભરેલું પાકીટ સહી સલામત પરત મળતા ડોંગરસિંગભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં ડ્રાઇવર, કંડક્ટર અને કંટ્રોલરની તત્પરતા, પ્રામાણિકતાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો અને મુસાફરો દ્વારા આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
આજકાલ સામાન્ય રકમ માટે પણ લોકોની નિયત ડગમગી જાય છે. પરંતુ દાહોદ એસટી વિભાગના કર્મચારીઓએ એક એવી માનવતા અને પ્રમાણિકતા દાખવી છે કે જે દરેકને પ્રેરણા આપે! મધ્યપ્રદેશના કઠોરા ગામના રહેવાસી ડોંગરસિંહ બડવાણીથી અમદાવાદ જતી એસટી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ દાહોદ ડેપો પર પહોંચતા તેઓ શૌચક્રિયા માટે બસમાંથી નીચે ઉતર્યા. આ દરમિયાન કંડકટરને તેની જાણ ન હોવાથી બસ આગળ વધી ગઈ. ડોંગરસિંહ પરત ફર્યા ત્યારે બસ દૃશ્યમાંથી ઓઝલ થઈ ગઈ હતી – બસમાં તેમની થેલી અને આશરે બે લાખ રૂપિયા ભરેલું પર્સ પણ રહી ગયું હતું. આ વાતની જાણ થતાની સાથે જ દાહોદ એસટી ડેપોના કંટ્રોલરે તરત જ ડ્રાઈવર સાથે સંપર્ક સાધ્યો. પરિસ્થિતિ સમજીને બસને લીમખેડા ડેપો પર રોકવામાં આવી. ડ્રાઈવર અને કંડક્ટરે પર્સ કંટ્રોલર પાસે સોંપી દીધો. ડોંગરસિંહને દાહોદથી લીમખેડા મોકલવામાં આવ્યા અને આખરે તેમને તેમનો સામાન અને રકમ સુરક્ષિત રીતે પરત મળી. પરસ પરત મળતાં ડોંગરસિંહની ખુશીનો પાર ન રહ્યો. તેમણે દાહોદ એસટીના ડ્રાઈવર, કંડક્ટર અને કંટ્રોલરનો દિલથી આભાર માન્યો અને તેમની માનવતાભરી સેવા માટે પ્રશંસા કરી.