

હોસ્પિટલ પાછળ આવેલ 3 ક્વાર્ટરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. સિવિલ હોસ્પિટલના 3 ક્વાર્ટરના બહાર લોખંડના 3 દરવાજાની ચોરી થઈ હતી. ઉપરાંત એક ક્વાર્ટર માંથી એ.સી. નું કમ્પ્રેશર, પાણીની મોટર, કપડાં, પાણી ની લોખંડની પાઈપ સહિત પરચુરણ ચીજવસ્તુઓની ચોરી થઈ હતી . ક્વાર્ટરમાં રહેતા અને હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીના ક્વાર્ટરમાં ચોરી થવા પામી હતી. જ્યારે બાજુમાં રહેલ બે બંધ ક્વાર્ટરની બહાર લોખંડના દરવાજાની ચોરી થઈ હતી. ક્વાર્ટરમાં રહેતા કર્મચારીનો ઘરનો સામાન અન્ય જગ્યાએ ફેરવવાનો હતો. ત્યારે એક દિવસ પહેલા જ બંધ ક્વાર્ટરના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.