
સૂઇગામ દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારવામાં આવી રડોસણના ઈસમને 10 વર્ષની સજા, દસ હજારનો દંડ 2 વર્ષ અગાઉ આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મને લઈ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે આરોપીને પકડ્યા બાદ કેસ કોર્ટમાં ચાલી જતાં સજા ફટકારવામાં આવી

દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો કોર્ટ રૂમમાં સન્નાટો છવાયો
દિયોદર કોર્ટે સૂઇગામ તાલુકાના રડોસણ ગામના ઈસમને દુષ્કર્મ કેસમાં દસ વર્ષ ની સજા અને દસ હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો
બે વર્ષ અગાઉ આરોપીએ સગીરા ની મરજી વિરૂદ્ધ કૃત્યું આચર્યું હતું
દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં સૂઇગામ તાલુકાના રડોસણ ગામે સગીરા ગામની સીમ માં બાવળો માં બળતણ લેવા સારું જતાં ગામના જ એક નરાધમ ઈસમે સગીરાનો એકલતા નો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું જે બાબતે સૂઇગામ પોલીસ મથકે તારીખ ૧૬/૧/૨૦૨૩ ના રોજ સગીરાના પરિવારજનો એ ફરિયાદ આપતા પોલીસે આરોપી શિવા ઠાકોર સામે ગુન્હો નોંધી આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જે કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જજ આર ડી પાંડે સમક્ષ ચાલતા અને સરકારી વકીલ ડી વી ઠાકોરે ધારદાર દલીલો કરતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટે આરોપી શિવાભાઈ મગનભાઈ ઠાકોર રહે રડોસણ તા સૂઇગામ ને દુષ્કર્મ કેસમાં કસૂરવાર ઠેરવી આરોપીને દસ વર્ષ ની કેદ અને દસ હજાર નો દંડ આપતો ચુકાદો આપ્યો હતો દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં ચુકાદો આપતાં કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો