
જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો મહિલાના પતિને અશબ્દો બોલી માર માર્યો હતો મહિલા વચ્ચે પડતા હાથમાં છરી વાગી હતી
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી હિનાબેન મુલાતાની પર 7 એપ્રિલના રોજ તેમના પતિ અબ્બાસભાઈ સાથે કેટલાક ઈસમોએ વીસેક દિવસ પહેલા થયેલી માથાકૂટની દાઝ રાખીને પ્રવીણ ઉર્ફે દાઉદ અને ધર્મેશ નરેશભાઈ ગજ્જર સહિતના ઈસમો તેમના ઘરે આવ્યા હતા…અને તેમના પતિને ગાળો આપી માર માર્યો હતો,..આ દરમિયાન હિનાબેન વચ્ચે પડતા તેમના હાથમાં છરી વાગી ગઈ હતી. અને તેઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.