
ભાવનગરમાં ગઢેચી વિસ્તારમાં પુનઃ ડીમોલિશન હાથ ધરાયું શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણ અંતર્ગત મેગા ડીમોલિશન 810 જેટલા ગેરકાયદે નોટિસો પાઠવ્યા બાદ કાર્યવાહી મોટા ભાગના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું તંત્રએ બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો કર્યો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગઢેચી નદી શુદ્ધિકરણ અંતર્ગત મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 810 જેટલા ગેરકાયદે દબાણ કર્તાઓને નોટિસો પાઠવ્યા બાદ મોટા ભાગના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો કર્યો હતો, જેમાં 35 જેટલા એવા મકાનો કે જેમણે જમીન બાબતે દાવા રજૂ કર્યા હતા, જેને પુરાવા રજૂ કરવા મનપાએ મુદ્દત આપી હતી, પરંતુ યોગ્ય સમયે પુરાવા કે અન્ય દસ્તાવેજો રજૂ નહીં શકતા આજે મનપાના એસ્ટેટ વિભાગની ટીમ બાકી રહી ગયેલા દબાણો હટાવવા સ્થળ પર પહોંચી હતી, તેમજ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.