
ઓક્ટોબર 2025 માં અમદાવાદ શહેરમાં થયેલી આ સાયબર ક્રાઇમ ની ઘટના માં ફસાયા અનેક લોકો ના રૂપિયા.
પણ ડિજિટલ અરેસ્ટ હોય શું?
ડિજિટલ અરેસ્ટ લુટેરાઓ સીબીઆઈ ઓફિસર, બેંક ઓફિસર અથવા પોલીસ ઓફિસર બનીને ફોન કરે છે અને કહે છે કે, તમારા ખાતા નંબર ગુનેગારના હાથમાં જતો રહ્યો છે તેને સેફ કરવા બીજા ખાતા નંબર પર મોકલો. આ એકાઉન્ટનો નંબર એ સાઇબર ફ્રોડ વાલા નો જ હોય છે. અથવા તેઓ લોકોને ફસાવા એ લોકોને પોલીસ ઓફિસર બની વિડીયો કોલ કરી, એમ કહે છે કે તમે ગુનામાં પકડાયા છો. આમ લોકોને ડરાવી ઠગવામાં આવે છે અને તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવવાની ધમકી આપે છે પણ ડિજિટલ અરેસ્ટ જેવું કાંઇ હોતું નથી. RBI Bank આવા ફ્રોડથી સાવચેતીને રહેવાનું કહે. આ કેસમાં પોલીસે કાશ્યપ બેલાણી, દીનેશ લિબાચિયા, ધવલ મેવાડા, ને અરેસ્ટ કર્યાં છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ શાખાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને કોલ રેકોર્ડ ટ્રેસ કરી ત્રણેય આરોપીઓને અટકાવ્યો.ઘણાં પૈસા ટ્રેસ કરાયા છે, પરંતુ કોર્ટ દ્વારા કોઈ પૂરી રીતે પૈસા પાછા આવ્યાં નથી. શું તમારી જોડે ક્યારે આવો સાયબર ક્રાઇમ થયો છે જરૂર થી જણાવજો.