
ખેડાના ભલાડા ગામમાં યુવકનું મોત પંચાયતના CCTV બંધ હાલતમાં મળ્યા પોલીસની કાર્યવાહી બાબતે આક્ષેપ યુવકની લાશ કુવામાંથી મળી આવી
ખેડાના ભલાડા ગામમાં એક યુવક ચાર દિવસથી ગુમ થતાં ચકચાર મચી ગઈ હતી. ગુમ થયેલ યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પરિવાર દ્વારા ગ્રામ પંચાયતમાં CCTV કેમેરા ચેક કરવા જતા કેમેરા બંધ હાલતમાં મળી આવ્યા હતા સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં કોઈ કાર્યવાહીના થઈ હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે . ગામમાં લાખો રૂપિયાના ખર્ચે 6 મહિના પેહલા CCTV કેમેરા નખાયા હતા જે બંધ નીકળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે . ત્યારે ગુમ થયેલ યુવક ગામના ભાગોળમાં આવેલ કુવામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો . પરિવાર અને ગ્રામજનો દ્વારા સમગ્ર બાબતે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. યુવકનું શંકાસ્પદ મોત નીપજતા હત્યા થઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે . સમગ્ર બાબતે પોલીસ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો. ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને પણ આક્રોશ સાથે પંચાયત અને પોલીસ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી.