
ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી કાર સાથે યુવકને ઝડપાયો બાતમીના આધારે પાળીયાદ રોડ પર તપાસ કારને રોકી પૂછપરછ કરતાં ડુપ્લીકેટ નંબર પ્લેટ હોવાનું ખૂલ્યું નાના પાળીયાદના 21 વર્ષીય અરુણ ઓળકિયાની ધરપકડ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બોટાદ SOG પોલીસે ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી કાર સાથે યુવકને ઝડપ્યો. SOG PI જાડેજા ને મળેલી બાતમીના આધારે પાળીયાદ રોડપર ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી અલ્ટો કાર ઝડપી. પોલીસે કારના ચાલકની પૂછપરછ કરતા નાના પાળીયાદના 21 વર્ષીય અરુણભાઈ જસમતભાઈ ઓળકિયા હોવાનું સામે આવ્યું. પોલીસે નંબર પ્લેટ વિશે પૂછતાં ડુપ્લીકેટ નંબર પ્લેટ હોવાનું સામે આવતા પોલીસે કાર સાથે યુવકની કરી ધરપકડ. પોલીસે ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી કારનો કબજો લઈને યુવક વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. યુવક ગુનાહિત કૃત્ય માટે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરતો હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી.