
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાતના મંત્રી રિવાબા જાડેજાએ કહ્યું છે કે તેમના પતિએ આજ સુધી કોઈ પણ પ્રકારનો વ્યસન કર્યું નથી. તેમણે દાવો કર્યો કે ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ વ્યસનની લતમાં પડી જાય છે, પરંતુ જાડેજા આવું કંઈ કરતા નથી. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે.
‘દરેક જગ્યાએ રમવા ગયા, પણ નશો ન કર્યો’ રીવાબાએ કહ્યું કે જાડેજા લંડન, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રમવા માટે જાય છે, પરંતુ તેમણે ક્યારેય કોઈ વ્યસન કર્યું નથી. તેમના મતે, બાકીના ખેલાડીઓ આવી આદતોમાં ફસાઈ જાય છે, પરંતુ જાડેજા હંમેશા અનુશાસિત રહે છે. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા છે.
2016માં લગ્ન થયા રવીન્દ્ર જાડેજાએ તેમની પ્રેમિકા રિવાબા સોલંકી સાથે 17 એપ્રિલ 2016ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ગુજરાતના રાજકોટમાં એક ભવ્ય સમારોહમાં થયા હતા, જ્યાં તમામ વિધિઓ રાજપૂત પરંપરા અનુસાર કરવામાં આવી હતી.

2026 IPLમાં રવિન્દ્ર જાડેજા રાજસ્થાન તરફ થી રમશે .
જાડેજા આગામી સિઝન IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સ સાથે 12 વર્ષ વિતાવ્યા બાદ રાજસ્થાને તેમને ટ્રેડ કર્યા છે. ખાસ વાત એ છે કે જાડેજાએ 2008માં પોતાની પ્રથમ IPL મેચ પણ રાજસ્થાન માટે જ રમી હતી. એટલે કે તેઓ પોતાની શરૂઆતની ટીમમાં પાછા ફરી રહ્યા છે.
ધોની પર ઇરફાન પઠાણનો જૂનો આરોપ ફરી ચર્ચામાં આ વિવાદ વચ્ચે ધોની સાથે જોડાયેલો જૂનો મામલો પણ ફરીથી ચર્ચામાં આવ્યો છે. પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ઇશારામાં આરોપ લગાવ્યો હતો કે ટીમ ઇન્ડિયામાં ધોની માટે હુક્કા લગાવનારા ખેલાડીઓને વધુ તકો મળતી હતી. તેમનું કહેવું હતું કે તેઓ આવા કામ કરતા ન હતા, તેથી તેમને બહાર કરી દેવામાં આવ્યા.
આ નિવેદન તેમના જૂના ઇન્ટરવ્યુ વાઇરલ થયા પછી ફરીથી ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી જ્યોર્જ બેલીએ પણ જણાવ્યું હતું કે ધોનીને હુક્કા પસંદ હતો અને તે હોટલના રૂમમાં તેને સેટ કરતા હતા.

