વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અપડેટ..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે #VGGS2024 અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણે, રાજ્યના મંત્રીશ્રીઓ, દેશ-વિદેશથી પધારેલ MSME સેક્ટરના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત MSME કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યમાં MSME સેક્ટરના વિકાસ માટે ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે MoU સંપન્ન થયા હતા. મહાનુભાવોના વરદ્હસ્તે જિલ્લા કક્ષાએ થયેલ ઔદ્યોગિક વિકાસ, આર્થિક ક્ષમતા અને વિકાસાત્મક ઉપલબ્ધીઓ દર્શાવતી ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ : વોકલ ફોર લોકલ’ પુસ્તિકા તેમજ ‘Rising Micro Enterprises to Build Inclusive MSME Sector in Gujarat’ વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી ગુજરાત વિશ્વફલક પર પ્રસ્થાપિત થયું છે. તેમણે આ કોન્ક્લેવ ગુજરાતના MSME ક્ષેત્રને વધુ સશક્ત અને સામર્થ્યવાન બનાવશે તેમજ વિકસિત ગુજરાતના વિઝનને આકાર આપવા સાથે વિકસિત ભારતના નિર્માણમાં અનન્ય યોગદાન આપનાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.