૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat

શાબાશ ગુજરાત! વડોદરાની હેતવી ખીમસુરીયાને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’

વડોદરાની 17 વર્ષીય હેતવી ખીમસુરીયાને તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને બિરદાવવા માટે આપવામાં આવે છે.

હેતવીએ સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે. તેમના પેઇન્ટિંગ્સ વિશ્વભરના પ્રદર્શનોમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. તેમણે 2019માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય પેઇન્ટિંગ કોન્કર્સમાં પણ પ્રથમ ક્રમાંકેનું બહુમાન મેળવ્યું હતું.

હેતવી ફક્ત પોતાની કલામાં જ નહીં, પરંતુ સમાજમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે. તેઓ પોતાને મળતા માસિક વિકલાંગતા પેન્શનનું મનોદિવ્યાંગ બાળકો માટે દાન કરે છે. તેઓ ‘સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેતવી ખીમસૂરીયા’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાં તેઓ અન્ય વિકલાંગ બાળકોને પ્રેરણા આપે છે હેતવીની સિદ્ધિઓથી ગુજરાતનો ગૌરવ વધ્યો છે. તેમની કથા અક્ષમતાને સક્ષમતામાં બદલવાની પ્રેરણા આપે છે..