૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat

દિલ્હી “દિલ” વાલો કી… આ બધી વાતો જ, બાકી દિલ્હીની હવા દિલની હવા કાઢી નાંખવા માટે હોવી જોઇએ તેના કરતા પણ વધુ સક્ષમ

દિલ્હી મોહ, બાકી હવામાં તો ભારોભાર ઝેર જ છે… વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી “પ્રથમ”. IQA તો એટલો છે કે બરાબરી કરવામાં આવે તો વિશ્વનાં અનેક પ્રદૃષિત શહેરોનાં IQAનો ટોલટ પણ દિલ્હીનાં એકનાં IQAની બરાબરી કરી શકે નહીં. પાછલા 3 – 4 દિવસથી દિલ્હીવાસીઓનો દમ ઘુંટાય રહ્યો છે. દિલ્હી સરકાર દ્વારા નાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને પ્રાયમરી શિક્ષણ ઓનલાઇનનાં આસરે જોવામાં આવી રહ્યું છે.

વર્ષો પહેલા એક છુટાછેડાનાં કેસમાં છુટાછેડા લેવાનું કારણ દિલ્હીનું પ્રદૂષણ હોવાનું વાંચવામાં આવતા આશ્ચર્ય થયું હતું. અને લાગ્યું હતું કે આવા તે કારણ હોતા હશે કઈ છુટાછેડા માટે પણ હવે સમજાય છે કે હોય પણ શકે. માણસ શ્વાસ જ ન લઇ શકે તો બાકી બધુ શું કામનું ?

ભારત સહિત વિશ્વના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વિશ્વના 121 સૌથી પ્રદૂષિત દેશોનાં શહેરોની યાદીમાં ભારતનાં ત્રણ શહેરો છે. રાજધાની દિલ્હી, મુંબઈ અને કોલકાતા છે. વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરના શહેરોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વિશ્વના 121 સૌથી પ્રદૂષિત દેશોનાં શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરો છે, જ્યારે પાકિસ્તાન પાસે બે વિશ્વનાં સૌથી પ્રદુષિત શહેરો છે. આવો જાણીએ કયા શહેરોની હવા કેટલી ઝેરી છે.

13 નવેમ્બરે સ્વિસ ફર્મ IQAirની લાઈવ રેન્કિંગમાં રાજધાની દિલ્હી નંબર વન પર છે. IQAirની લાઇવ રેન્કિંગ પર નજર કરીએ તો, 515 AQI છે. 515 AQI સાથે દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર છે.

AQI નું સ્તર ક્યારે કેટલું ખરાબ કહેવાય?

પ્રદૂષણ સ્તર સામાન્ય રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ અથવા AQI ના સંદર્ભમાં માપવામાં આવે છે. વિદેશી ધોરણો અનુસાર, 200 થી વધુનો AQI ખૂબ જ નબળો માનવામાં આવે છે અને 300 નું સ્તર ગંભીર રીતે નબળી સ્થિતિ દર્શાવે છે. જો AQI લેવલ 0-50 ની વચ્ચે હોય તો તેને સારું માનવામાં આવે છે. જો 51-100 ની વચ્ચે જોવા મળે તો તેને મધ્યમ ગણવામાં આવે છે અને જો 101-150 ની વચ્ચે જોવા મળે તો તે સંવેદનશીલ જૂથો માટે ખરાબ હવા માનવામાં આવે છે. તે જ સમયે, જો હવા ગુણવત્તા સૂચકાંક 151 થી 200 હોય તો તે જોખમી છે. આ સિવાય જો પ્રદૂષણનું સ્તર 201-300 જોવા મળે તો તે ખૂબ જ ખતરનાક છે અને જો પ્રદૂષણનું સ્તર 301થી વધુ જોવા મળે તો તે ખૂબ જ જોખમી છે.

ભારતના આ શહેરોની હવા પણ ખતરનાક છે

મુંબઈ શહેર 158ના AQI સાથે 10મા સ્થાને છે. તે પછી કોલકાતા આવે છે, જ્યાં AQI 136 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. IQAir ની લાઈવ રેન્કિંગમાં પાકિસ્તાનનું શહેર લાહોર બીજા સ્થાને છે. અહીં AQI 432 છે. તે જ સમયે, પાડોશી દેશનું કરાચી શહેર પણ આ સૂચિનો ભાગ બની ગયું છે. તે 147ના AQI સાથે 14મા ક્રમે છે. પણ સૌથી પહેલો નંબર, 13 નવેમ્બરે સ્વિસ ફર્મ IQAirની લાઈવ રેન્કિંગમાં રાજધાની દિલ્હીનો છે. IQAir ની લાઇવ રેન્કિંગ પર નજર કરીએ તો, દિલ્હીનું 515 AQI છે. 515 AQI સાથે દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર છે

ક્યા દેશનું શહેર ત્રીજા નંબરે છે?

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના કિન્શાસાને પ્રદૂષિત શહેરોમાં ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. અહીં AQI 193 નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, ઇજિપ્તના કૈરોએ 184ના AQI સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, વિયેતનામની રાજધાની હનોઈ IQAirની વર્લ્ડ લાઈવ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે. અહીં AQI સ્તર 168 છે. કતારનું દોહા શહેર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે. અહીં AQI સ્તર 166 છે. આ સિવાય સાઉદી અરેબિયાના રિયાદને સાતમા નંબરે રાખવામાં આવ્યું છે.

નેપાળની રાજધાની કાઠમંડુ ઇન્ડેક્સમાં આઠમા સ્થાને છે, જ્યાં તેનું AQI સ્તર 160 છે. મંગોલિયાનું ઉલાનબાતાર નવમા સ્થાને છે. બુધવારે ઉલાનબાતરમાં AQI 158 છે. બાંગ્લાદેશની વાત કરીએ તો તેની રાજધાની ઢાકાને 17મા નંબર પર રાખવામાં આવી છે. અહીં AQI 122 છે. ચીનના સાત શહેરોની હવા ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *