#Delhi/ પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, તીવ્ર અવાજ અને ધૂમાડાથી લોકોમાં ભય
રાજધાની દિલ્હીમાં ફરી એક વખત વિસ્ફોટ થયો હોવાની વિગતો સામે આવી છે. બ્લાસ્ટ દિલ્હીનાં પ્રશાંત વિહાર વિસ્તારમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હીનાં રોહિણીમાં CRPF સ્કૂલની બહાર વિસ્ફોટ થયો હતો. દિલ્હીમાં વિસ્ફોટ, જોરદાર અવાજ સાથે ધૂમાડોનાં ગોટેગોટા ઉમળતા લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. અહીં પણ ધટના સ્થળ પર થી સફેદ પાવડર મળી આવ્યો છે. જો કે વિસ્ફોટમાં કોઇ જાનહાની નોંધવામાં આવી નથી, પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજા જરુર થઈ હોવાનું સામે આવે છે.
સ્થાનિક પોલીસની ટીમની સાથે સાથે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસ ટીમે વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્ફોટ મામલે વધુ તપાસ શરૂ કરી. અગમચેતીના પગલારૂપે ફાયર વિભાગે ચાર ફાયર વ્હિકલ પણ ઘટના સ્થળ પર મોકલ્યા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમને સવારે 11.48 વાગ્યે બ્લાસ્ટનો કોલ મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હીનાં પ્રશાંત વિહાર વિસ્તારમાં બંસી વાલા સ્વીટ પાસે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ પછી ફાયર અને પોલીસ વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ઘટનાસ્થળેથી સફેદ પાવડર મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મળતાં જ સ્થળ પર તપાસ શરૂ કરનાર પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ બ્લાસ્ટ પણ સીઆરપીએફ સ્કૂલની દિવાલ પર થયેલા બ્લાસ્ટ જેવી જ પેટર્ન ધરાવે છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે શાળાની દિવાલમાં એક કાણું પડી ગયું હતું. વિસ્ફોટ સીસીટીવીમાં પણ કેદ થયો હતો. ઘટના બાદ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એ બહાર આવ્યું નથી કે બ્લાસ્ટ કોણે અને શા માટે કર્યો હતો. હવે નવા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર એક પડકારનાં રુપમાં જોવામાં આવી રહ્યો છે