#Drugs/ ભારતીય કોસ્ટગાર્ડએ વધું એક વખત ઝડપ્યું અધધ 500 કરોડનું ડ્રગ્સ
ડ્રગ્સનાં સેવનનું પ્રમાણ યુવાનોમાં એટલી હદે જોવામાં આવી રહ્યું છે કે હવે તો લોકોનાં માનસમાં ડ્રગ્સનાં કારણે ભાવી પેઢીનું શું થશે તે ચર્ચા અને ચિંતાનો વિષય થઇ ગયો છે. દેશમાં ઘૂસાડવા માટે મોકલાતો અધધધ કરોડોનો જથ્થો વરંવાર ઝડપવામાં આવે છે, તો વિચાર માંગીલે તેવી વાત છે કે ઝડપાતો ન હોય અને દેશમાં ધૂસાડી દેવામાં આવતો જથ્થો કેટલો હશે જે અઘઘઘ કરોડનાં ઝડપાતા જથ્થાનાં નુકશાનને પણ ખડી દે છે.
ડ્રગ્સ નો કાળો કારોબાર દેશ-દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે.ભારતીય જળસીમા અને ભારતની આસપાસનો સમુદ્ર ડ્રગ્સ માફિયાઓનો ફેવરીટ બની ગયો હોય તેવી ઘટના ઉપરાછાપરી સામે આવી રહી છે. હજુ બે દિવસ પૂર્વે જ નિકોબાર દ્વિપ સમુહ પાસે ભારતીય સમુદ્વમાંથી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અધધધ 5500 કિલો પ્રતિબંધીત ડ્રગ્સનો જથ્થો બેટ અને સેટેલાઇટ ફોન તેમજ બોટનાં ક્રુ સ્ટાફ સાથે ઝડપી પાડી સમુદ્ર માર્ગે સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો રેકોર્ડ બનાવ્યો છે.
ભારતીય કોસ્ટગાર્ડની બાજ નજરનાં કારણે ગુજરાત અને દક્ષિણ-પશ્વિમ દરિયામાંથી અનેક વખત પ્રમાણમાં ખુબ મોટો જથ્થો પકડવામાં આવ્યો જ છે. પરંતુ હાલનાં થોડા દિવસોમાં જે રીતે પૂર્વ-દક્ષિણ દરિયામાંથી અને હિન્દ મહાસાગરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે તે જોતા ડ્રગ્સ કાર્ટલ્સમાં ભારતીય દરિયા કિનારો અને ખાસ કરીને ગુજરાત સિવાયનાં દરિયા કિનારાથી ભારતમાં ડ્રગ્સ પેડલિંગનો માર્ગ શોધવા પ્રાયોરિટી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.
ઉપરોક્ત બાબત જાણે સાચી પડી રહી હોય તેવી રીતે હાલમાં જ ભારતીય નૌકાદળ અને શ્રીલંકાનાં નૌકાદળે સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ લઈ જઈ રહેલી 2 બોટ ઝડપી પાડી છે. બંને બોટમાંથી અધધધ 500 કિલો જેટલું ક્રિસ્ટલ મીથ ડ્રગ્સ ઝડપાયું હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે બંને બોટ, તેમાં રહેલા ડ્રગ્સનાં જથ્થા સહિત તમજ તેમાં કામ કરી રહેલા ક્રુ-મેમ્બર શ્રીલંકાની ઓથોરીટીને સોંપવામાં આવ્યા છે. કહી શકાય કે કદાચ આ ડ્રગ્સ શ્રીલંકા લઇ જવાનું હોય શકે પણ ભારતીય દરિયામાં ડ્રગ્સ અને ડ્રગ્સ કાર્ટલ પોતાનો ડોળો જમાવવા મથી રહ્યા હોય તેવું ચોક્કસથી પ્રતિત થાય છે.