૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News #Gujarat #Top News

#ગાંધીનગર/ પોલીસ આવી એક્શન મોડમાં, 100થી વધુ હિસ્ટ્રીશીટરોનાં ઘર પર દરોડા

ગુજરાતમાં ક્રાઇમ રેટ આસમાને પહોંચી ગયાનું પાછલા ધણા સમયથી જોવામાં આવી રહ્યું છે. લોકોમાં અને સ્વયંમ સરકારમાં પણ પોલીસની નિષ્ક્રયતા પર છાનાખૂણે સવાલો ઉઠી રહ્યા છે. જો કે એક બે દિવસથી અમદાવાદ પોલીસ રોડ પર ઉતરી આવી અને પોલીસ છે તેવી છાપ છોડવા મથી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિર્દોષોને ખો નીકળી રહ્યો હોવા જેવું પ્રતિત થાય છે. પરંતુ ગાંધીનગર પોલીસ હાલ એક્શન મોડમાં જોવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસ દ્વારા મોટું કામ હાથ ધરવામાં આવ્યું હોય તેવી રીતે શહેર અને વિસ્તારનાં હિસ્ટ્રીશીટરોનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા.

જૂના હિસ્ટ્રીશીટરો, આરોપીઓના ઘર પર દરોડાની કાર્યવાહી કરતા લગભગ 100થી વધુ હિસ્ટ્રીશીટરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા. જૂના હિસ્ટ્રીશીટરોમાંથી 88 સક્રિય ગુનેગારો હોવાની વિગતો સામે આવી છે. સામે આવી રહેલી વિગતો પરથી પ્રતિત થાય છે કે, જૂના હિસ્ટ્રીશિટરોમાં હમ નહીં સુધરેગે વાયકો લાગું પડે છે.

ગાંધીનગર પોલીસ દ્વારા DGPની સૂચનાથી આરોપીઓના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  LCB, સ્થાનિક પોલીસ અધિકારીએ દરોડા પાડ્યા હતા. 26 PSIની અલગ – અલગ ટીમ બનાવી દરોડાને અંજામ આપવામાં આવ્યો. એક PSI સાથે 5થી 7 પોલીસજવાનો ટીમમાં રાખવામાં આવ્યા હતા. આવી 24 ટીમો બનાવી આરોપીના ઘરે તપાસનો દેર શરૂ કરવામાં આવ્યો હતો.

Gandhinagar Police,  action mode, raids, history sheeters,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *