૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#National

#મહારાષ્ટ્ર / CM પદ્દનાં ગૂંચવાડા વચ્ચે કેન્દ્રીય નિરીક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની નિયુક્તી

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આજે અથવા આવતીકાલે યોજાનાર બેઠક દરમિયાન ભાજપના ધારાસભ્યો તેમના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરશે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી છે કે નવી મહાયુતિ સરકાર માટે શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. સમારોહ પહેલા ભાજપના ધારાસભ્યો તેમના નેતાને ફાઈનલ કરવા માટે બેઠક બોલાવશે.

ઉલ્લેખનીય છ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના મહાયુતિ ગઠબંધનએ જંગી જીત હાંસલ કરી હતી, જેના પરિણામો 23 નવેમ્બરે જાહેર થયા હતા. ભાજપે 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. 280 સભ્યોની વિધાનસભા, જ્યારે તેના સાથી પક્ષો – એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી પાસે અનુક્રમે 57 અને  41 બેઠકો છે. જો કે, શરુઆતમાં એકનાથ શિંદે  દ્રારા મુખ્યમંત્રીનાં ચહેરા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક રાજકીય ડ્રામા પછી શિંદે દ્વારા પોતાની જાતને પાછળ કરી PM અને HM જે ફેસલો લેશે તે માન્ય રાખશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

છબી

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *