૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat #Top News

વિકસિત ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ – નકલી તો બહુ જોયું, અહીં તો નકલી-અસલી કશું જ નથી… બોલો કર્યો છે ને વિકાસ?

નકલી તો એટલું બધું સામે આવ્યું કે હવે અસલી ભૂલી જવાય તેવી ગુજરાતની ગતિ થઈ ગઈ છે. પણ આપણે તો ગુજરાતી એટલે આપણે અસલી – નકલી કરતા પણ આગળ નીકળી ગયા હોય તેવી વિગતો સામે આવી છે…. જી હા, આ તો પ્રગતિશીલ ગુજરાત !… અહીં અસલી પણ નથી અને નકલી પણ નથી….. હવે અસલી-નકલીની ઝંઝટમાંથી આપણે આગળ વધી ગયા છીએ…

બોલો આવે છે માન્યામા…….. નહીં ને…… ચાલા વાતનું વતેસર કરીએ….. વાત જાણે એમ છે કે ગુજરાતનાં એક ગામમાં શાળા છે…. વર્ગ ખંડ પણ છે…. શાળામાં શિક્ષકો પણ છે…. તમામ સુવિધા પણ છે….. તો સવાલ થાય કે ઘટે છે શું ??? અહીં ધટે તો ફક્ત વિદ્યાર્થીઓ જ ધટે………

જી હા, શાળા છે પણ વિદ્યાર્થીઓ નથી !

ગુજરાતની શાળામાંથી અનેક વખત ભૂતિયા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઝડપાયા જ છે અને હવે વધુ એક એવો જ મામલો સામે આવ્યો છે. અહીં શાળા પણ છે, શાળામાં સ્ટાફ પણ છે, પણ વિદ્યાર્થીઓ જ નથી ? જ્યારે શાળાનાં સ્ટાફને વિદ્યાર્થીઓની ગેરહાજરી બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પોતાની કાળી કરતૂતો છુપાવવા માટે કોઈ યોગ્ય જવાબ ન સુજતા મૌન રહેવાનું પસંદ કર્યું. રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકા ખાતે આવેલ છાડવાવદર ગામ ખાતે “જે જે કાલરીયા” નામથી કાગળ પર ચાલતી આ માધ્યમિક શાળાનો ભારત ટાઇમ્સ ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. શાળા પર પહોંચેલી અમારી ટીમે જ્યારે શાળાનું રિયાલિટી ચેક કર્યું, ત્યારે શાળામાં એક પણ વિદ્યાર્થી જોવા જ ન મળ્યો. શાળા આજકાલની નહીં પણ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, પણ કાગળ પર… કાગજી શાળામાં કુલ 54 વિદ્યાર્થીઓ ઓન રેકર્ડ ભણી રહ્યા છે. તમામ 54નાં નામ પણ રેકોર્ડમાં બોલે છે. આશ્ચર્યની વાત એ છે કે 54માંથી 4 વિદ્યાર્થીઓ પણ અમારી ટીમને શાળામાં શોધ્યા ઝડ્યા નહી. શાળામાં ઉપસ્થિત સ્ટાફ અમારા અનેક સવાલોનો એક પણ જવાબ આપી શક્યો નહીં. હાસ્યાસ્પદ કહો કે લૂચાયની વાત કહો પણ શાળામાં વિદ્યાર્થીઓ હોય કે ન હોય પણ વર્ગખંડમાં બેન્ચની ઉપર પાઠ્ય પુસ્તક મૂકેલા છે. હવે આ પુસ્તકોમાંથી કોણ ભણાવે છે અને અને સૌથી મહત્વનું ભણે છે કોણ ? તેનો જવાબ તો શાળાના સંચાલકો જ આપી શકે. વિકસીત ગુજરાતની આ ગતિ માં તંત્રની સંમતિ કેટલી તે પણ વિચાર માંગી લે તે બાબત છે….

 

દેશ અને વિદેશનાં તાજા સમાચાર સાથે જોડાયેલા રહેવા ભારત ટાઇમ્સ ન્યૂઝનાં ડિજીટલ પ્લેટફોમને ફોલો કરો
WhatsApp Channel: https://shorturl.at/vLGk1
YouTube: https://youtube.com/@bharattimesnewslive
Instagram: https://www.instagram.com/bharattimes.news
Facebook Page: https://www.facebook.com/bharattimesnewsdigital
X: https://x.com/BharatTimesN
Website: Bharattn.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *