૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#National #Top News

ગૂગલ મેપે ફરી કર્યો દગો, કાર નહેરમાં ખાબકી… 24મી નવેમ્બરે પણ ગૂગલ મેપે લીધો હતો 3નો જીવ

શું તમે પણ ગમે ત્યાં જોવ તોગૂગલ મેપ પર ભરોષો રાખીને ચાલો છો કે ગાડી ચલાવો છો? જો હા તો ચેતીજજો…. કારણ કે, ગૂગલ મેપે બરેલીમાં ફરી ખોટો રસ્તો બતાવ્યો. ખોટા રસ્તાનાં કારણે ફરી એક વખત કાલાપુર કેનાલમાં એક કાર ખાબકી હતી. અકસ્માત બાદ કારને જેસીબી દ્વારા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ગૂગલ મેપ પરથી લોકેશન જોઈને મુસાફરી કરવી એકદમ જોખમી બની ગઈ છે. થોડા દિવસો પહેલા અધૂરા પુલ પરથી કાર નીચે ખાબકતા ત્રણ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરી એકવાર ગૂગલ મેપના કારણે અકસ્માત થયો છે. બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલીભીત રોડ પર સ્થિત કાલાપુર કેનાલમાં ગૂગલ મેપને કારણે એક કાર પડી હતી. કારમાં ત્રણ લોકો હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જેસીબીની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ લોકોના જીવ બચી ગયા હતા.

આ લોકો સેટેલાઇટ ગૂગલ મેપની મદદથી પીલીભીત જઈ રહ્યો હતો. બરકાપુર તિરાહા ગામ પાસે કાલાપુર કેનાલે રસ્તો કાપી નાખ્યો છે. જેના કારણે કાર કેનાલમાં પલટી ગઈ હતી. કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. ક્રેન વડે કારને બહાર કાઢવામાં આવી હતી.

આવી જ એક ઘટના 24 નવેમ્બરે બની હતી, જેમા ત્રણ લોકોનાં જીવ ગયા હતા…

ગૂગલ મેપ પર ખોટો રસ્તો બતાવવાને કારણે 24મી નવેમ્બરે બરેલીમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. બદાઉનના દાતાગંજથી બરેલીના ફરીદપુર જવાના રસ્તા પર મુડા ગામ પાસે એક પુલ છે, જે અધૂરો છે. 24 નવેમ્બરે કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો ગૂગલ મેપનાં ખોટા માર્ગદર્શનનાં કારણે અકસ્માતનો શિકાર બન્યા હતા. તે ગૂગલ મેપની મદદથી આગળ વધ્યા અને બ્રિજ પૂરો થતાં જ તેની કાર 20 ફૂટ નીચે પડી, જેમાં ત્રણેય લોકોના મોત થયા. આ ઘટનામાં PWDની મોટી બેદરકારી પણ સામે આવી છે. બ્રિજ અધૂરું હોવા છતાં, તેના પર કોઈ અવરોધો કે સિગ્નલ લગાવવામાં આવ્યા નથી. આ મામલામાં દાતાગંજના નાયબ તહસીલદારે પાંચ એન્જિનિયરો સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસે ગૂગલને પણ નોટિસ પાઠવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *