૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Top News #Utility(LifeStyle)

#Technology / સાયબર ફ્રોડ મામલે સરકારે પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરવું જ રહ્યું

વિકાસની હરણફાળનાં કારણે ક્રાઈમ અને ક્રાઈમ પેટર્ન પણ બદલી છે, હવે બહારવટુ – ચોરી – લૂંટની મોડસઓપ્રેન્ડસીમાં વિકાસ સાથે બદલાવ આવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો સાઇબર ક્રાઇમનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આ ક્ષેત્રને સુરક્ષિત કરવા કોઇપણ સંજોગોમાં સખ્ખત કાયદ અને વ્યવસ્થા સાથે તંત્રએ કડક પગલાં ભરવા જ પડશે.

140 કરોડની ભારતની વસ્તીમાં કુલ અંદાજીત 120 કરોડ મોબાઇલ વપરાસ કરતા છે. આ 120 કરોડ મોબાઇલ ધારકોમાં  95 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ડિજિટલ પેમેન્ટના મામલામાં ભારત દૂનિયામાં ખૂબ આગળ પડતો દેશ ગણવામાં આવે છે. આપણે ડિજિલટલ પેમેન્ટના મુદ્દે અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશોથી આગળ નીકળી ચૂક્યા છીએ. આપણા દેશનાં તમામ આયામો હાલ વિકાસના ઓજસથી ઝળહળી રહ્યા છે. આપણો દેશ દરેક ક્ષેેત્રોમાં ઉન્નત મસ્તકે ઊભો છે અને પ્રગતિ કરી રહૃાો છે.

વર્તમાન સમાયમાં તમે તમારું પર્સ ભૂલી જાવ તો મોબાઇલથી ‘બારકોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકો છો. સાધારણ પથરણાવાળા થી લઇ શાકભાજી વેચનાર હોય કે, ફળોની રેંકડી, તમે ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો, તમે નાની હોટલમાં હો કે, ફાઇવ સ્ટાર હોટલ, બિલિંગમાં તમે ચોકસ રહો છો, ચુકવણી ફટાફટ કરીને ગૌરવની લાગણી અનુભવો છો. દરેક જગ્યાએ, નાની જગ્યા હોય છે કે, ક્રિકેટનું વિશાળ ગ્રાઉન્ડ કે છબીઘરનો અંધારિયો ખૂણો તમે સરળતાથી મોબાઇલ સર્વિસ મેળવીને મુકત આનંદ લઇ શકો છે. મોટી હોટલોમાં તમારે રોકડા આપવા પડતા નથી, જરૂરી જણાય તો તમે ઓનલાઇન નાણા ભરી શકો છો, આપણે પ્રેમથી નાણા ચૂકવીને હળવા બની શકીએ છીએ.

ડિજિટલ ઇન્ડિયાની કેટલીક સાઇડ ઇફેકટસ પણ લગાતાર જોવા મળે છે. દેશમાં પ્રતિદિન સેકડો લોકો યુપીઆઇ પેમેન્ટસ અને સાઇબર ફ્રોડના શિકાર પણ બને છે. ગત કેટલાક દિવસોમાં લોકોએ ખરબો રૂપિયાનું નુકસાન વેઠયું છે. અને આ આંકડા દિન પ્રતિદિન, કૂદકે ભૂસકે વધી રહૃાા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇ બેંકીગમાં ગ્રાહકોને વધુ સુવિધાઓ આપવાની તરફ લગાતાર કદમ વધારી રહ્યા છે. સ્વયં આરબીઆઇ ગવર્નર શક્તિકાંતદસ દવો કરી રહ્યા છે કે, મજબૂત ડિજિટલ સિસ્ટમથી સાઇબર ફ્રોડના કેસો પર લગામ લાગશે. પરંતુ જે આંકડા સામે આવી રહૃાા છે એનાથી તો તેવું ક્યાંય પ્રતીત નથી થઇ રહ્યું.

રોજના કરોડો સમાચારો દેશભરમાંથી આવે છે. જેમાં સાઇબર ફ્રોડના શિકાર બનેલા લોકો પોતાની પીડા દર્શાવે છે. આમ પણ યુપીઆઇ પેમેન્ટને લઇને સરકારે કાયદ વ્યવસ્થા અને નિયમ બનાવ્યા છે. જેમ કે, કોઇ ખોટા ખાતામાં પૈસા ચાલ્યા જાય તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર પૈસા મેળવનાર વ્યક્તિને એ પરત કરવા પડશે. પૈસા પરત ના કરવા બદલ છેતરિંપડી માનીને કાર્યવાહી પણ થઇ શકે છે, જે ગ્રાહકોની સાથે છેતરપીંડી થઇ છે. એમણે તત્કાળ બેન્કના ગ્રાહક સેવા કેન્દ્રને છેતરપીંડીની સ્ાૂચના આપવી પડશે. તેણે નાણા પરત મેળવવાની માગણી કરવી પડશે. જેના સાથે છેતરપીંડી થઇ છે તે સ્થાનિક સાઇબર પોલીસ થાણામાં પણ ફરિયાદનોંધાવી શકે છે, સરકારે એક હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કર્યો છે. જેના પર કોલ કરી શકાય છે. સાથે જ જે વ્યક્તિ યુપીઆઇ પેમેન્ટથી લેણદણ કરે છે, એણે પણ કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવાની જરૂર પણ છે.

ધ્યાન રાખવા જેવી બાબતમાં એક તો એ કે કોઇની સાથે પણ પોતાના યુપીઆઇ પિન, પાસવર્ડ અથવા ઓટીપી શેર ના કરે. કોઇ અજાણ નંબરથી આવનાર મેસેજ, ઇમેલ અથવા વોટ્સએપનીલિંકને ખોલે નહીં. બેન્કોના સર્વરમાં ઘૂસવાની વાત હોય અથવા ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયામાં ઘૂસવાની, સાઇબર ચોર પોતાની ગીધ નજર બનાવી રાખે છે. એમણે એક એવી ઇકો સિસ્ટમ તૈયાર કરી લીધી છે જેને ભેદવી સુરક્ષા એજન્સીઓ માટે બેહદ મુશ્કેલી બની રહે છે. સરકાર ડિજિટલ પેમેન્ટ્સની છેતરપીંડીને લઇને લગાતાર જનતાને જાગૃત કરી રહી છે, પરંતુ કડક સાઇબર સિકિયોરિટીથી એવા ફ્રોડસને રોકી શક્યા છે. ડિજિટલ પેમેન્ટ કરનારા લોકોએ પણ એ તરફ ધ્યાન આપવું જરૂરી છે. કહે છે કે, તમે જો સતર્ક રહેશો તો છેતરાશો નહીં, હવે લગ્નકાર્ડ મોકલીને તેની લિન્ક મારફતે મોબાઇલ ધારકોને પોતાની જાળમાં સપડાવે છે, એટલે વારંવાર ચેતવણી અપાય છે કે, તમારે કોઇપણ પ્રકારની અજાણી લિન્ક ડાઉનલોડ કરવી નહીં. જો તમે અજાણી લિન્ક ડાઉનલોડ કરશો તો અવશ્ય કફોડી પરિસ્થિતિમાં મૂકાઇ શકો છો. ફ્રોડ કરનારા લોકો યુઝર્સને  નાણાની લાલચ આપે છે, પહેલા થોડા પૈસા આપે છે, પછી વધુ નાણા મેળવવા હોય તો અમુક રકમ મોકલીને છેતરવાનો ઉપક્રમ કરે છે આ પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *