#Beauty / નવ યૌવન ખીલ્યું હોય તેમ 25 વર્ષની દેખાતી મહિલાની ઉંમર જાણી તમે રહી જશો દંગ
પાછલા અનેક દિવસોથી એક મોડેલ ઘણી ચર્ચામાં છે. આ પ્રસિદ્ધ મોડલનું નામ નીતા મેરી(Nita Marie) છે અને તેણીની ઉંમર 46 વર્ષની છે. તેણીને જોઈને અને તેણીની ઉંમર સાંભળીને કોઈ પણ વ્યક્તિ અચંબીત થઇ જશે. કારણ કે, તે તેણીની ઉંમર કરતા ઘણી નાની દેખાય છે જાણે કે તેણી 25 વર્ષની નવ યૌવન કેમ હોય. જાણવા મળ્યું છે કે, તેનો પતિ પણ તેના કરતા 13 વર્ષ નાનો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નીતા અમેરિકાના કોલોરાડોમાં રહે છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં તેને સેંકડો વેલેન્ટાઈન ગિફ્ટ મળી ચૂકી છે. તેટલું જ નહી આ મોડેલને જે ગિફ્ટ મળી છે, તે ખુબ જ મોંઘી ગિફ્ટ હોય છે. આવી અનેક ભેટો કેટલાય યુવાનોએ તેણીને આપી છે અને આપતા રહે છે.
મજાની વાત એ છે કે આ મહિલાને ગીફ્ટ આપનારાની ઉંમર તેણી કરતા અડધી પણ નથી હોતી. નીતા કહે છે કે તેને 1.5 લાખ રૂપિયાનો નેકલેસ પણ ગિફ્ટ કરવામાં આવ્યો છે. મહિલાઓ તેણી દ્રારા અપલોડ સામગ્રી વેબસાઇટ પર શેર કરે છે. જેના કારણે તેણીની આવક કરોડોમાં છે.
જો કે, તેણીને વેલેન્ટાઇન ગિફ્ટ્સ મેળવાની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે. તેણી પોતે 46 વર્ષની છે, પરંતુ તે જ્યારે પોતાની સાચી ઉમર કોઇને કહે ત્યારે તેના પર કોઇ વિશ્વાસ કરતું નથી. તેના જેટલા પણ ચાહકો છે તેમની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. નીતા કહે છે કે, મને એ ગમે છે કે મોટી ઉંમરની મહિલાઓને નાના છોકરાઓ પસંદ કરે છે. તે કહે છે કે, મને પણ નાના છોકરાઓ સાથે ડેટ પર જવાનું ગમે છે.