માંગરોળમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી
માંગરોળના શીલ ગામે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયુ. હોમગાર્ડ સ્થાપના દિવસ નિમીતે જિલ્લા કમાન્ડન્ટના આદેશ અનુસાર સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શીલ યુનિટ દ્વારા ઓફિસર ઇન્ચાર્જના માર્ગદર્શન હેઠળ વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરાયું. લોકો જાગૃત થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ.