દીવમાં બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત તાલીમનું આયોજન
દીવની શહિદ ભગતસિંહ ગ્રામ પંચાયત તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત તાલીમનું આયોજન કરાયું. સાઉદવાડી વિસ્તારના ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો, સંયુક્ત કોળી સમાજના આગેવાનો અને સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા, બાલ વિવાહ અંગે જાણકારી આપી પ્રોજેક્ટર પર ફિલ્મ દેખાડી અને બાલ વિવાહની કાયદાકીય જાણકારી અપાઈ. સાથે ઉપસ્થિત તમામ લોકોએ બાલ વિવાહને લઈને શપથ ગ્રહણ કર્યા હતા.