ખાલિસ્તાનીઓનો ભારતને બદનામ કરવાનો કારસો કેનેડીયન સંસદે ઉંધો પાડ્યો, ભારત વિરોધી પ્રસ્તાવ ફગાવાયો
ખાલિસ્તાનીઓનો ભારતને બદનામ કરવાનો કારસો કેનેડીયન સંસદે ઉંધો પાડ્યો, ભારત વિરોધી પ્રસ્તાવ ફગાવાયો – #CanadianParliament #thwarts #Khalistanis ‘ attempt to #defame #India , rejects #antiIndiamotion
ભારત અને કેનેડા વચ્ચે રાજકીય સંબંધો વણસી ગયા તેનું સૌથી મોટું કારણ ખાલિસ્તાની તત્ત્વ છે. ખાલિસ્તાનીઓએ મળીને જ કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં 1984નાં શીખ વિરોધી રમખાણોને નરસંહાર ગણાવીને વખોડવા પ્રયાસ કર્યો હતો. જો કે આને નરસંહારની માન્યતા અપાવવાનો પ્રસ્તાવ કેનેડાની સંસદમાં બે દિવસમાં બીજીવાર વિફળ થઈ ગયો છે. કેનેડાની સંસદમાં શુક્રવારે જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના સાંસદ સુખ ધાલીવાલે ભારતનાં દંગા સંબંધિત પ્રસ્તાવ મૂક્યો હતો.
ધાલીવાલ દ્વારા મૂકવામાં આવેલા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, કેનેડાની સંસદ સ્વીકારે અને માન્યતા આપે કે 1984માં ભારતમાં શીખ વિરોધી જે તોફાનો થયાં તે નરસંહાર હતો. આ પ્રસ્તાવને પસાર કરાવવા માટે કેનેડાની સંસદમાં એ સમયે ઉપસ્થિત બધાં જ સાંસદોની સર્વસંમતી આવશ્યક હતી. જો કે ધાલીવાલે આ પ્રસ્તાવ વાંચ્યો એ સાથે જ તેનાં વિરોધમાં અવાજો ઉઠયા હતા અને પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો.
લિબરલ સાંસદ ચંદ્ર આર્યએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને પછી તેમણે પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે , તેમણે વિભાજનકારી એજન્ડાને રોકવામાં પોતાની ભૂમિકા નિભાવી છે. જો કે આનાથી સંતોષ માની શકાય નહીં અને બીજીવાર આવો પ્રસ્તાવ પાસ થઈ પણ શકે છે. કેનેડામાં શક્તિશાળી ખાલિસ્તાની લોબી ફરીથી સંસદમાં આવો જ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી શકે છે.