તાંત્રિક ભૂવા નુવલસિંહ ચાવડાનું પોલીસ કસ્ટડીમાં મોત; 12 નો જીવ લીધાની મારતા પહેલાં કરી કબૂલાત
#Vadhavan / Tantric Bhuva Nuvalsinh Chavda dies in police custody; confessed to killing 12 before being killed
વઢવાણ નાં તાંત્રિક ભૂવા નુવલસિંહ ચાવડા નુ પોલીસ કસ્ટડીમાં મોત. પોતાના પરિવાર નાં સભ્યો સહિત કુલ 12 નો જીવ લીધાની મારતા પહેલાં કબૂલાત કરી હતી. અગાઉ ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડતા ડ્રાઇવરે ભાંડો ફોડતાં,સરખેજ પોલીસે વઢવાણ નાં તાંત્રિક ભૂવા નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી, લોકઅપમાં વોમીટ થયા બાદ ઢળી પડતાં પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું.
મુળ વઢવાણનો તાંત્રિક વિધિ કરીને ચાર ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલાં સાણંદથી ધરપકડ કરી હતી. ત્યારે આરોપીઓને કોર્ટે રજુ કરતાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી તાંત્રિકની વહેલી સવારે તબિયત બગડતા તેને સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ સરખેજ પોલીસ તપાસ અર્થે વઢવાણના શિયાણીપોળમાં આવેલ તેના ઘેર લાવી તેના પોલીસ લાવી રીકંસ્ટ્રશન કર્યુ હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ સરખેજ પોલીસ દ્વારા ૩ ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને પકડી પાડયો હતો. જેમા કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર થતાં આરોપી દસ ડિસેમ્બર (સાત દિવસના) સુધી રિમાન્ડ પર હતો. ત્યારે ભુવાએ રિમાન્ડ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું કે, નવલસિંહ ચાવડા તાંત્રિક હતો, તેણે તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ ૧૨ મર્ડર કર્યા હતા. દરેક હત્યામાં સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૧ મર્ડર અસલાલીમાં, ૩ સુરેન્દ્રનગર, ૩ રાજકોટના પડધરી ખાતે, ૧ અંજાર, ૧ વાંકાનેર જ્યારે ૩ પોતાના પરિવારમાંથી મર્ડર કરેલાની કબૂલાત કરી હતી. તા.૮ ડીસેમ્બરે સવારે અંદાજે ૧૦ કલાકે તાંત્રિક નવલસિંહની પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગાડતા તે ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તેણે હોસ્પિટલમાં દમ તોડ્યો છે.
ત્યારે આ તંત્રક સાણંદના ફેક્ટરી માલિકને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને સનાથલ ખાતે ૧૫ લાખ રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનું પ્લાનિંગમા સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે વઢવાણના ૩ વ્યકિતના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જેથી સરખેજ પોલીસની ટીમ ત્યાં જઈને તે ત્રણેય મૃત્યુની તપાસ કરશે.!