૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat #Top News #Utility(LifeStyle)

#Caution / 18 વર્ષીય યુવકનું ડ્રગ્સના ઓવરડોઝથી મોત; 3ML નો ડોઝ લીધો ને મિનિટોમાં જ ખેલ ખતમ

યુવાનો ડ્રગ્સ અને નશાનાં કઈ હદ સુધી શિકાર થઈ ચૂક્યા છે તે હાલમાં સામે આવતા કિસ્સાઓ પ્રમાણે અંદાજ લગાવવો પણ અસંભવ લાગે છે. ફક્ત અને ફક્ત ટશન અને દેખાદેખીનાં કારણે અને મહદઅંશે સંગતનાં કારણે યુવાનો પોતાની સાથે સાથે પોતાનાં પરિવાર અને દેશની દુર્ગતી કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સા એક જ દિવસમાં સામે આવે છે. હવે દારૂ અને કેફી પીણું કઈ ન કહેવાય તેવા અનેક પ્રકારનાં ડ્રગ્સ યુવાનોમાં પ્રચલીત છે અને શરમ જનક બાબત એ છે કે આ તમામ પ્રકારનાં ડ્રગ્સ આસાનીથી  મળી પણ રહે છે.

કહેવાતા ગાંધીનાં ગુજરાતમાં(આ બાબતે કહેવાતા લખવું તે બીલકુલ ખોટું નથી જ) આમ તો કહેવાતી દારુબંધી છે. દારુનું સેવન કરવાથી ફક્ત કાયદાકીય નહીં પરંતુ સામાજીક, કૌટુંબીક કે આર્થિક તકલીફો છે. સામાજીક એટલા માટે કે દારુ પીધા બાદ હાવભાવનાં કારણે લોકોમાં દારુડીયાની છાપ પડે, કૌટુંબીક એટલે કે ઘરના વડીલોની બીક હોય અને આર્થિક એટલે કે ગુજરાતમાં આસાનીથી દારુ મળી રહે છે પણ મોંધો ખુબ પડે છે.(માટે તે રજાનાં કે આડા દિવસે પણ રાજ્ય બોર્ડરની મુલાકાત જતા લોકોની સંખ્યા મોટી છે). તમામ બાબતોમાં યુવાનોએ કહેવાતો સરળ રસ્તો શોઘી લીધો છે અને તે છે ડ્રગ્સ…..

ડ્રગ્સ એટલા પ્રકારનાં નશાયુક્ત ડ્રગ્સ આવે કે મળે છે કે તંત્રને જ્યાં સુધી ખબર પડે કે આ નશાયુક્ત છે ત્યાં સુધીમાં તો તે ડ્રગ્સનો ટ્રેન્ડ ખતમ પણ થઈ ગયો હોય… ટ્રેન્ડ એટલા માટે કે યુવાનોમાં ટશન – ફેશન – બિન્દાસ્તા – માભો – સધ્ધરતા – વિગેરે વિગેરે બતાવવાની આ રીતે કે ધેલછા છે. અને યુવાનીમાં મિત્રતા જે કરી શકે તે કદાચ કોઇ ન કરી શકે. પણ મિત્ર કયા પ્રકારનાં છે તે મહત્વની બાબત છે, નહીં તો અમદાવાદનાં 18 વર્ષીય યુવકની જે હાલત થઈ તે આજે નહીં તો કાલે તમામ આવા યુવાનોની થવાની જ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં 18 વર્ષીય યુવકનું નશાયુક્ત દવાનાં ઈન્જેક્શનનાં ઓવરડોઝથી મોત નિપજ્યું છે અને જે યુવકનું મોત થયું છે તેને તેના કહેવાતા મિત્રએ મજા આવશે કહીને મિડાઝોલમ દવાના નશાને રવાડે ચડાવ્યો હતો. યુવક વિદ્યાર્થીએ મિડાઝોલમનો  3MLનો ડોઝ લીધો ને મિનિટોમાં જ ખેલ ખતમ થઈ ગયો.

સમાચાર સંદર્ભમાં જોઇએ તે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ડ્રગ્સના દુષણના કારણે વધુ એક યુવકનું મોત થયુ હોવાનું સામે આવી રહ્યું છે. યુવકનો મિત્ર જયદીપ સુથારે મૃતકને મેડાઝોલમનો ઓવરડોઝ આપતા, યુવકનું મોત થયુ હોવાનું સામે આવી રહ્યું છે. યુવકનાં મોતનાં પગલે પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી છે. નશાના રવાડે ચડાવનાર મિત્ર કમ્પાઉન્ડર છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે, નશાના રવાડે ચડેલા યુવકો નશો કરવા કોઈ પણ પદાર્થ કે દવાનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતાં પદાર્થ કે દવાની અસર પણ ખૂબ ગંભીર સાબિત થતી હોય છે અને આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. ત્રણ દિવસ પહેલા એક યુવકને તેના મિત્રએ નશીલી દવાનું ઇન્જેક્શન આપ્યું હતું. જેના ઓવરડોઝથી યુવકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની માતાની ફરિયાદને આધારે પોલીસે ઇન્જેક્શન આપનાર મિત્રની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટના  પર નજર કરી એ તો અમદાવાદમાં યુવા વર્ગને કઈ હદ સુધી નશાની લત લાગી છે અથવા યુવાધનને નશાની આદત લગાડવા માટે અન્ય યુવાનો કંઈ હદ સુધી પહોંચી રહ્યા છે તેનો એક કિસ્સો સામે આવ્યો છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં 6 ડિસેમ્બરના દિવસે ઈસનપુર ગાર્ડનમાં 18 વર્ષીય પ્રિન્સ શર્મા, જયદીપ સુથાર અને અન્ય એક મિત્રે એકઠા થયા હતા. જ્યાં જયદીપ સુથારે પ્રિન્સ શર્માને નશો કરવા માટે મેડાઝોલમ નામનું ઇન્જેક્શન આપ્યું હતું. જેના ઓવરડોઝને કારણે પ્રિન્સ શર્મા બેભાન થયો હતો. જોકે સમગ્ર મામલે ત્યાં હાજર અન્ય એક મિત્ર તરુણ દ્વારા પ્રિન્સના અન્ય મિત્ર રાહુલને જાણ કરી અને રાહુલે પ્રિન્સના પરિવારને જાણ કરી હતી.

કોણ છે ઈન્જેક્શન આપનાર અને મૃતકના પરિવારે શું લગાવ્યા આક્ષેપો ?
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછ સામે આવ્યું કે ઇન્જેક્શન આપનાર જયદીપ સુથાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે ત્રણ મહિનાથી નોકરી કરતો હતો. જયદીપ સુથાર દ્વારા પ્રિન્સને મેડાઝોલમ નામનું ઇન્જેક્શન આપ્યું હતું પરંતુ તે વધુ માત્રામાં અપાય જતા પ્રિન્સ બેભાન થયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. પ્રિન્સ અગાઉ પણ જયદીપ સુથાર પાસેથી બે થી ત્રણ વખત નશો કરવા ઇન્જેક્શન લીધું હોવાનું સામે આવ્યું છે.

સહ્અપ્રાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
મૃતક પ્રિન્સના પરિવારજનોનો આક્ષેપ છે કે જયદીપ સુથાર દ્વારા આ ઇન્જેક્શનથી મજા આવશે તેવું કહીને અનેક યુવાનોને નશો કરાવવાની ટેવ પાડતો હતો. એટલું જ નહિ પરિવારના મત મુજબ પ્રિન્સ અગાઉ પરિવારની જાણ બહાર 2500 થી 3000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મેડાઝોલમ ઇન્જેક્શન સામાન્ય રીતે ઓપરેશન કરતા પહેલા, ઊંઘ લાવવામાં અને સુસ્તી લાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અગાઉ જ્યારે આ ઇન્જેક્શન આપ્યું હશે તે ઓછી માત્રામાં આપવામાં આવ્યું હોય શકે છે અને આ વખત વધુ માત્રામાં આપવામાં આવતા પ્રિન્સનું મોત નિપજ્યું છે.

સામે આવેલા કિસ્સામાંથી યુવાનોએ તો લેવો જ જોઇએ પણ માત-પિતા અને કુટંબે પણ ધડો લેવો જોઇએ અને ખાસ કરીને સમાજ આખાએ આ મામલે શિખ લઈ યુવાનોનાં ઉછેરમાં કંઈક આપણે ચૂંકી રહ્યા છીએ તે આત્મ જ્ઞાન પણ લેવું જોઇએ. તમામ બાબત માટે ફક્ત અને ફક્ત તંત્રને કે પોલીસને કે સરકારને અપજશ અપવો યોગ્ય નથી. કારણ કે આપણો યુવન આડા રસ્તે વળ્યો છે ત્યારે આમા ક્યાંક ને ક્યાંક વાંક આપણો પણ છે જ તે સ્વીકાર કરવું જ રહ્યું……..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *