૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat #Top News

જાણો કેમ આમ આદમી હિરપરાએ શિક્ષણમંત્રીના કાર્યાલય આગળ લોકો પાસે ભીખ માંગી?

ભીખ માંગવી આમ તો બાધીત છે, છતા આપણે અનેક લોકોને અનેક વિધ જગ્યા પર ભીખ માંગતા જોયા જ હશે. આજ કાલનાં ભીખ માંગનારા પણ કઈ કમ નથી, હવે તો ભીખ માંગવામાં પણ અનેક નવતર પ્રયોગો થતા જોવામાં આવે છે. અને આવો જ એક નવતર પ્રયોગ ‘આપ’ના રાજ્ય મહામંત્રી રાકેશ હિરપરાએ શિક્ષણમંત્રીના કાર્યાલય આગળ લોકો પાસે ભીખ માંગીને કર્યો હતો.

લોકો પાસે ભીખ માંગતી વખતે રાકેશ હિરપરાએ જણાવ્યું કે, તેઓ ત્રણ વર્ષથી ગુજરાતની સરકારી શાળાઓની સાફ-સફાઈ માટે લડી રહ્યા છે અને માંગણીઓ કરી રહ્યા છે. પરંતુ ભાજપનાં ભ્રષ્ટ શાસકો નથી કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરતાં કે, નથી શાળા સફાઈની ગ્રાંટમાં વધારો કરતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સફાઈ માટે દર મહિને 1500 થી 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. આટલા ઓછા પૈસામાં આખી શાળા કેવી રીતે સાફ રહી શકે ? આ મોંઘવારીનાં જમાનામાં આટલી ઓછી રકમથી આખો મહિનો સફાઇ રાખવી લગભગ અશક્ય છે. સરકાર પૈસા ફળવતી નથી કે નથી કર્મચારીની નિમણુંક કરતી. તો પછી અંતે અમે લોકો પાસે યાચના કરવા માટે, ભીખ માંગવા માટે બેઠા છીએ કે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સ્વચ્છ રાખવા માટે હવે લોકો જ મદદ કરે.

લોકો પાસે ભીખ માંગતી વખતે રાકેશ હિરપરાએ જણાવ્યું કે તેઓ ત્રણ વર્ષથી ગુજરાતની સરકારી શાળાઓની સાફ-સફાઈ માટે લડી રહ્યા છે અને માંગણીઓ કરી રહ્યા છે પણ ભાજપના ભ્રષ્ટ શાસકો નથી કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરતાં કે નથી શાળા સફાઈની ગ્રાંટમાં વધારો કરતા. * શ્રીમદ્દ ભગવદગીતાના 16 મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં પ્રભુ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ।।

સ્વચ્છતાને ભગવાને પણ દૈવી લક્ષણ કહ્યું છે પણ શિક્ષણમંત્રીને આ વાત ગળે ઉતરતી નથી. આજે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સફાઈ માટે દર મહિને 1500 થી 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. આટલા ઓછા પૈસામાં આખી શાળા કેવી રીતે સાફ રહી શકે ?  આ મુદ્દે કાયમી સફાઈ કર્મચારીઓ મુકવા અથવા સ્વચ્છતા-ગ્રાંટની રકમમાં વધારો કરવા માટેની માંગણી અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ પણ ભાજપના શાસકો પૈસા ફાળવતાં નથી એટલે અંતે અમે લોકો પાસે યાચના કરવા માટે, ભીખ માંગવા માટે બેઠા છીએ કે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સ્વચ્છ રાખવા માટે હવે લોકો જ મદદ કરે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *