Bhavnagar નાં નિલમબાગ સર્કલ પાસે એસટી બસ અને સ્કૂલ રિક્ષાનો અકસ્માત
ભાવનગર – ગાંધીનગર રૂટમાં ચાલતી એસ.ટી. બસ નિલમબાગ સર્કલથી એસ.ટી. ડેપો તરફ આવતી હતી તે વેળાએ સામેથી આવતી રીક્ષાના ચાલકે એસ.ટી. બસ સાથે અકસ્માત કર્યો હતો…અકસ્માતના આ બનાવઅ અંગે એસ.ટી.ના બસના ડ્રાઇવર વિક્રમસિંહ મહિપતસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બહુમાળી ભવન નજીકથી તેમની એસ.ટી. બસ પસાર થતી હતી તે વેળાએ સામેથી રોંગ સાઇડમાં આવતા રીક્ષાના ચાલક હુમાયુખાન યુસુફખાન પઠાણ (રહે. શિશુવિહાર સર્કલ, ભાવનગર)એ એસ.ટી. બસ સાથે અકસ્માત કરી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા. ત્યારે બસના ડ્રાઇવરે રીક્ષા ચાલક વિરૂદ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.