Botad : પોલીસ સ્ટેશન વિસ્તારમાં શખ્સો દ્વારા ગાડીના કાચ ફોડી મારામારી કરતા વિડીયો વાયરલ
બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શખ્સો દ્વારા ગાડીના કાચ ફોડી મારામારી કરતા વિડીયો વાયરલ થયો. ખસ રોડ પર ત્રણથી ચાર શખ્સોએ હથીયારો સાથે કાર લઈને આવી યુવાન પર હુમલો કરાયો હતો. ઘટનામાં યુવાનને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. 2 વર્ષ પહેલા થયેલ બોલાચાલીની દાઝ રાખી હુમલો કરાયો હતો. ઘટનામાં યુવકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.