હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી તાપમાન રહેશે. 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં ઠંડુગાર બન્યું હતું. અમદાવાદનું 12.5 ડિગ્રી તાપમાન, વડોદરાનું 10 ડિગ્રી તાપમાન, ભુજનું 11.2 ડિગ્રી તાપમાન, દાહોદનું 7.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.