Modasa : અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખત શિવજીને અતિપ્રિય એવો અતિરુદ્ર યજ્ઞ યોજાયો
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખત મોડાસા ખાતે શિવજીને અતિપ્રિય એવો અતિરુદ્ર યજ્ઞ યોજાયો. આ અતુરુદ્ર યજ્ઞમાં કુલ 25 લાખ આહુતિ આપવામાં આવે છે. આ અતિરુદ્ર યજ્ઞ શ્રી કૃષ્ણ આશ્રમ બોલુન્દ્રાના અગ્નિહોત્રી આચાર્ય આત્રેય કુમારની આગેવાનીમાં થયો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામના કુલ 175 વેદપાઠી ભૂદેવો દ્વારા આહુતિ અપાઈ.