Shamlaji : માગશર સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે યાત્રધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ
માગશર સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે યાત્રધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જામી. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટયા. જેના પગલે મંદિર પરિસરમાં મંદિર ખુલતાની સાથે જ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખ્યાજી દ્વારા ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા.