૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video News

Surat : મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા

સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા.સરોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજિત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોનાં બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતાં ચાલતાં જનાર છે. જેથી, પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમિયાન ત્રણેય શખસો ચાલતાં ચાલતાં આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *