#Ankleshvar : રક્તદાન શિબિરનું આયોજન, શ્યામ મંદિરના નિર્માણ નિમિતે શીલા પૂજન કરાયું
શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વર ના માંડવા નજીક એરપોર્ટ સામે આવેલ જયઅંબે એસ્ટેટ ખાતે ભવ્ય શ્રી શ્યામ મંદિર નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ શ્યામ મંદિર ની સાથે હનુમાનજી અને શિવ મંદિર નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ શ્રી શ્યામ મંદિર નું શીલા પૂંજન કરવામાં આવ્યું હતું ,આ શીલા પૂંજન ના પાવન અવસરે ,અંકલેશ્વર ની કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અને સુરત ની સમર્પણ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ના હોદ્દેદારો અને સભ્યો સહીત અન્ય રક્તદાતા ઓ મળી 700 જેટલા રક્તદાતા ઓ એ રક્તદાન કરી 700 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું .આ પ્ર્સન્ગે અગ્રવાલ પરિવાર ,સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે હાજર પત્રકાર મિત્રોનું ચુંદડી ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું……