Aravalli : જિલ્લામાં રફતારનો આતંક જોવા મળ્યો, કાર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો
અરવલ્લી જિલ્લામાં રફતારનો આતંક જોવા મળ્યો, ધનસુરા તાલુકાના રમાણા ગામમાં કાર ચાલકને કાર ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઇ કાર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો. ઘટનામાં વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે 2 થી 3 જેટલા વાહનોને પણ નુકસાન થયું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર બનાવની ગંભીરતાને લઈ ગ્રામજનો ધનસુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.