જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન; અપશબ્દ બોલવાનું પણ ન ચૂક્યા
વડોદરા શહેર ભાજપ કાર્યાલયના વાસ્તુપૂજન કાર્યક્રમમાં જૂજ લોકોની હાજરીને કારણે જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજ જાણે આકુળ વ્યાકુળ થઈ ગયા હોય તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે….જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજે કહ્યું કે કોંગ્રેસનાં કાર્યક્રમમાં તો ચમચા પણ નજરે પડે છે. અહીં તો કોઈ નજર જ નથી આવતા. આ શું બે પાંચ માણસો… આટલા લોકો તો હું………….(અપશબ્દ.. જેનો અર્થ સૌચ થાય)……. ) ત્યારે મારી પાછળ-પાછળ આવતા હોય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ હાઇકમાન્ડે આના પર ધ્યાન આપવું જોઇએ. આ ભાજપને નીચે પાડનારા લોકો છે. માદીજી આના પર એક્શન લેવા જોઈએ…….
#JainMonkControversy #SuryaSagarStatement #VadodaraBJPEvent #PoliticalRemarks #ViralVideo #BJPLeadership