Dahod : સરકાર દ્વારા અપાતી સાયકલનો જથ્થો મળતા મેન્દ્રાની આશ્રમ શાળામાં સવાલો ઉઠયા
સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલનો જથ્થો દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતેથી મળી આવ્યો. મેન્દ્રા ગામની આશ્રમ શાળામાં સરકાર દ્વારા અપાતી સાઇકલો કાટ ખાતી જોવા મળી. આશ્રમ શાળાના પટાંગણમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા જે મફત સાયકલ આપવામાં આવે છે તે વર્ષ 2023 લખેલી સાયકલોનો મોટો જથ્થો મળી આવ્યો. જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.