#Gandhinagar : અમદાવાદ-થરાદ એક્સપ્રેસ હાઈવે બાબતે ગાંધીનગરના ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત
ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ-થરાદ એક્સપ્રેસ હાઈવે બાબતે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે. નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. જૂની જંત્રી મુજબનું જાહેરનામુ તેમજ નોંધ રદ કરવા ખેડૂતોની માગ. નવી જંત્રીનો અમલ નહી કરવા બિલ્ડરોએ કરેલી રજૂઆતને ખેડૂતોએ ગેરવ્યાજબી ગણાવી.
નવી જંત્રી મુજબ જમીન સંપાદન નહી કરાય તો આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી.