#Surat : લિંબાયત વિસ્તારમાં રંગીલા ટાઉનશીપની ટેરેસ પર જુગારીઓની ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટુ જુગારધામ ઝડપાયુ. ગાંધીનગર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે જુગારમધામનો પર્દાફાશ કર્યો. ટાઉનશીપની ટેરેસ પર તાલપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જો કે, એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.