#Surat : રાજ્યનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો
સુરતમાં સુચી સેમિકોન રાજ્યનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો. ગુજરાત સ્થિત સેમિકન્ડક્ટર કંપનીએ સુરતમાં ગુજરાતના પ્રથમ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પલસાણા નજીક 30 હજાર -સ્ક્વેર-ફૂટ સુવિધાના પ્રારંભિક વિસ્તાર સાથેનો પ્લાન્ટ, સેમિકન્ડક્ટર ઘટકો, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ જેવા સહાયક ઉદ્યોગોને આવશ્યક એસેમ્બલી, પરીક્ષણ અને પેકેજિંગ સેવાઓ પ્રદાન કરશે.