કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 4000નું સેફ્ટી સૂટ લોન્ચ તો કર્યુ, પણ ખેડૂત પાસે ખરીદવાનાં પૈસા છે ખરા?
4000નું સેફ્ટી સૂટ લોન્ચ તો કર્યુ, પણ ખેડૂત પાસે ખરીદવાનાં પૈસા છે ખરા?
કેન્દ્ર સરકારનાં કૃષિ વિભાગ એટલે કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય અથવા બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં કૃષિમંત્રી ડો. જીતેન્દ્રસિંહ દ્વારા આજે એક દેખીતી રીતે સરસ કહી શકાય તેવું ખેડૂતોની સુરક્ષા માટેનું બોડીસૂટ લોન્ચ કરવામાં આવ્યું. ખેડૂતો જ્યારે પોતાનાં ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરે છે, ત્યારે જંતુનાશક દવાની ઝેરી અસરોથી બચવામાં આ સૂટ ખુબ કામનું છે…. કેન્દ્ર સરકાર દ્વારા આ સૂટ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ સૂટની કિંમત 4000 રૂપિયા છે….
હવે પ્રશ્ન એ છે કે, 4000 રૂપિયાનું બોડીસૂટ ખરીદી શકે તેવા ભારતમાં ખેડૂતો કેટલા? વળી જે ખેડૂતો 4000નું બોડીસૂટ ખરિદવા સક્ષમ છે, તે ખેડૂત જાતે ખેતી કામ કરે છે ? ઉલ્લેખનીય છે કે, ભારતમાં મોટાભાગનાં સધ્ધર ખેડૂતો જાતે ખેતી ન કરતા, ભાગ્યા એટલે કે ભાગીદાર રા ખતા હોય છે…. અથવા તો ખેત મજૂરો દ્વારા ખેતીનું મોટા ભાગનું કામ કરાવતા હોય છે….
આંકડા પર નજર કરીએ તો…..
ભારતમાં ખેડૂતોની સંખ્યા…… 37 મિલિયન થી 118 મિલિયન…. આંકડા બાબતે પણ મતમતાંતર છે…. ભારતમાં ખેડૂતોની ચોક્કસ સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે, કારણ કે વિવિધ સરકારી ગણતરી જુદી જુદી વ્યાખ્યાઓનો ઉપયોગ કરે છે… ભારતમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 37 મિલિયનથી 118 મિલિયન સુધીની કહી શકાય…. કેટલીક વ્યાખ્યાઓ હોલ્ડિંગની સંખ્યાને ધ્યાનમાં લે છે, જ્યારે અન્ય જમીનની માલિકીને ધ્યાનમાં લે છે…. હવે જે દેશમાં 70% વસ્તી ગામડામાં વસ્તી હોય અને જ્યાં મુખ્ય વ્યાવસાય આજે પણ ખેતી હોય તેવો ખેતી પ્રધાન દેશ એટલે કે આપણે, ભારત… અને છતા દેશમાં ખેડૂતો કેટલા તે કહી શકાતું નથી….
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ભારત સરકારનાં PIB દ્વારા 16 DEC 2022 સાંજે 6:28PM પ્રકાશિત કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતનાં ખેડૂતની એવરેજ વાર્ષિક આવક 10218 છે….. કદાચ આ આંકડો 2018-19 નો છે…. તો ચાલો આજે આટલા વર્ષ પછી ખેડૂતોની વાર્ષિક આવક કદાચ 15000 કે અચ્છે દિનનાં કારણે 20000 થઈ ગઇ હશે તેવું આપણે ધારી લઈએ….
હવે વાર્ષિક આવક જ્યારે 10218 કે 20000 ની હોય ત્યારે કયો ખેડૂત 4000નું બોડીસૂટ ખરીદવાનો છે તે સરકાર કદાચ સમજી શકી નહીં હોય…..
અથવા આ માટે પણ સરકાર દ્વારા કોઈ લોન આપવામાં આવશે…… અથવા કોઈ કંપનીને મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે…. પછી પ્રોડક્શન થયું ન થયુ ભગવાન જાણે પણ કરોડો એરે અહીં તો અબજો કહી શકાય, તો અબજો બોડીસૂટ બની જશે, બિલ પાસ કરી પૈસા ચૂકય પણ ચૂકવાય જશે, જેવો ક્યાંસ જોવામાં આવી રહ્યો છે….