સશસ્ત્ર સેનાની ભરતીમાં છૂંદણાનાં સંદર્ભે કરાયેલ અરજી મુદ્દે હાઈકોર્ટે સ્ટાફ સિલેકશન કમિટીને એક બેઠક ખાલી રાખવા પાઠવી નોટીસ
સશસ્ત્ર સેનાની ભરતીમાં છૂંદણાનાં સંદર્ભે કરાયેલ અરજી મુદ્દે હાઈકોર્ટે સ્ટાફ સિલેકશન કમિટીને એક બેઠક ખાલી રાખવા પાઠવી નોટીસ
ભારતીય સેનાની ભરતી માટે સામાન્ય સંજોગોમાં સલ્યુટિંગ આર્મ એટલે કે જમણા હાથમાં ટેટૂ હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે. પરંતુ ટેટૂ નીકળ્યા બાદ રહેલા નિશાનને ટેટૂ ગણી શકાય નહીં. આ ઉપરાંત ડાબા હાથ પર પાછળના ભાગમાં હાથની લંબાઈના એક ચતુર્થાંશ ભાગ જેટલું ટેટુ હોય તો માન્યતા મળે છે. હાલમાં જ સશસ્ત્ર સેનામાં છૂંદણાને લઈને ઉમેદવારને મેડીકલ અનફિટ જાહેર કરવાના મુદ્દે હાઈકોર્ટમાં કરાયેલ અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ એક સીટ ખાલી રાખવા માટે સ્ટાફ સિલેક્શન કમિટીને જણાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી આગામી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
ઉલ્લેખનાય છે કે, સશસ્ત્ર સેનામાં માત્ર છૂંદણા (ટેટૂ) ના નિશાનના આધારે ભરતી માટે નકારી શકાય નહીં. સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. 28 વર્ષીય યુવાન દ્વારા સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી પ્રાથમિક કસોટી કરવામાં આવી હતી જેમા યુવક પાસ થયો હતો. પરીક્ષાર્થીના જમણા હાથમાં અગાઉ ટેટુ હતું. જેને ખુદ પરીક્ષાર્થી દ્વારા કઢાવી લેવામાં આવ્યું હતું. આ ટેટૂનું નિશાન રહી જવાના કારણે પાસ થયા હોવા છતાં પણ સ્ટાફ સિલેક્શન કમિટીએ મેડિકલી અનફિટ જાહેર કર્યો હતો. કેસ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ એક સીટ ખાલી રાખવા માટે સ્ટાફ સિલેક્શન કમિટીને કર્યો આદેશ. વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
High Court issues notice to Staff Selection Committee to keep one seat vacant on petition filed regarding tattoos in Armed Forces recruitment
In general, for Indian Army recruitment, if a candidate has a saluting arm i.e. a tattoo on the right hand, he is given a contract of ineligibility for recruitment. But the mark left after the tattoo is removed cannot be considered a tattoo. Apart from this, if there is a tattoo on the back of the left hand equal to one-fourth of the length of the hand, it is recognized. Recently, the Gujarat High Court has asked the Staff Selection Committee to keep one seat vacant on a petition filed in the High Court regarding declaring a candidate medically unfit for the Armed Forces due to tattoos. The further hearing of this case will be held on February 10.
It is worth mentioning that recruitment in the Armed Forces cannot be rejected on the basis of tattoos alone. The Gujarat High Court has issued a notice on the ongoing recruitment process by the Staff Selection Committee. A 28-year-old youth passed the preliminary test conducted by the Staff Selection Committee. The examinee had a tattoo on his right hand earlier. Which was removed by the examinee himself. Despite passing the exam, the Staff Selection Committee declared him medically unfit due to the tattoo mark. Regarding the case, the Gujarat High Court ordered the Staff Selection Committee to keep one seat vacant. Further hearing will be held on February 10.