૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Top News #World

નસરાલ્લાહનો પુત્ર છે હિઝબુલ્લાહનો નવો કમાન્ડર? પિતાની કાળી પાઘડી બાંધતા અટકળો

હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહના પુત્રની હાલની તસવીર સામે આવી છે. તસ્વીરમાં તેણે તેના પિતાની જેમ જ પાઘડી પહેરી છે. કહેવામાં આવ્યું કે આ તસવીર ઈરાનની છે. અને પિતાની જેમ કાળી પાઘડી બાંધતા અટકળો તેજ થઈ છે કે હવે પુત્ર પિતાનાં રસ્તા પર ચાલવા તૈયાર થય ગયો છે. 

ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ પ્રથમ વખત તેમનો પુત્ર આગળ આવ્યો છે. હસન નસરાલ્લાહનો ચોથો પુત્ર મોહમ્મદ મેહદી ઈરાનના કોમ શહેરમાં જોવા મળ્યો હતો. નોંધનીય બાબત એ હતી કે મહેદીએ તેના પિતાની જેમ પાઘડી પહેરી હતી. આવી સ્થિતિમાં એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ભવિષ્યમાં હિઝબુલ્લાહની કમાન પણ મેહદીના હાથમાં આવી શકે છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં બે અલગ – અલગ માર્ગ અકસ્માતમાં 50 નાં મોત અને 76 લોકો ઘાયલ

ઈરાનનું આ શહેર શિયા મુસ્લિમોના ધાર્મિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. ઈરાની મીડિયા અનુસાર, મોહમ્મદ મેહદી ઘણા સમયથી અહીં રહે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીના કહેવા પર તે પોતાના પિતાની પાઘડી પહેરી રહ્યો છે. નસરાલ્લાહના બીજા પુત્ર મોહમ્મદ જાવેદે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે તેણે તેના પિતાની પાઘડી પહેરી છે.

આ પણ વાંચો – હરેક ભારતીયએ જાણવું જરૂરી – ભારતનાં કયા-કયા વિસ્તારો પર છે પાકિસ્તાન અને ચીનનો કબજો?

મોહમ્મદ મેહદી ઘણા સમયથી અહીં ધાર્મિક શિક્ષણ લઈ રહ્યો હતો. તેનું શિક્ષણ પૂરું થવા પર તેને કાળી પાઘડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હસન નસરાલ્લાહને પાંચ પુત્ર અને પુત્રીઓ હતા. હાદી, ઝૈનબ, મોહમ્મદ જાવેદ, મોહમ્મદ મેહદી અને મોહમ્મદ અલી. 27 સપ્ટેમ્બરના રોજ બેરૂતમાં ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાના વડાની હત્યા કરવામાં આવી હતી. હાદીની હત્યા 1997માં જ થઈ હતી. તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી.

હસન નસરાલ્લાહના મૃત્યુ પછી, હિઝબુલ્લાએ નઈમ કાસિમને તેના નવા વડા તરીકે નિયુક્ત કર્યા. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. તે લાંબા સમય સુધી નસરાલ્લાહનો નંબર ટુ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા સફિદ્દીન હિઝબુલ્લાહને ચીફ બનાવવાની યોજના હતી પરંતુ તેને પણ ઈઝરાયેલે નિષ્ફળ બનાવી દીધી. સફીઉદ્દીન પણ નસરાલ્લાહની જેમ કાળી પાઘડી પહેરતો હતો. કહેવાય છે કે આ પાઘડીને પયગંબર મોહમ્મદના વંશજ હોવાનું પ્રતિક માનવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *