૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News #National #Top News

Jaipur Gas Tanker Blast : 5 લોકો જીવતા ભૂંજાયા, 60 થી વધુ વાહનો બળીને ખાખ

Jaipur Gas Tanker Blast : 5 લોકો જીવતા ભૂંજાયા, 60 થી વધુ વાહનો બળીને ખાખ, અજમેર-હાઈવે બંધ

શુક્રવારે વહેલી સવારે જયપુરના ભાંકરોટા વિસ્તારમાં જયપુર-અજમેર હાઇવે પર કેમિકલથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકો જીવતા ભૂંજાયા અને અને 150 થી વધુ લોકો દાઝી ગયાના સમાચાર સામે આવ્યા છે. જયપુર-અજમેર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. આગનાં પગલે હાઈવે પર 60થી વધું વાહનોમાં આગ લાગી હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

જયપુર ટેન્કર બ્લાસ્ટમાં ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવા અકસ્માત સ્થળે પહોંચ્યા. ભારે નુકસાન અને ઘણા મૃત્યુનાં કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. યુ-ટર્ન લેતી વખતે અથડામણ થઈ હતી તેવી વિગતો સામે આવી રહી છે.  ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવા દ્વારા સમગ્ર મામલે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને સ્થિતિની જાણકારી આપવામાં આવી છે. અકસ્માતમાં 29 ટ્રક, એક ઓટો, બે બસ, પાંચ કાર અને ત્રણ બાઇક બળીને રાખ થઈ ગયા હતા. આગને કારણે 300-400 મીટરની ત્રિજ્યામાં ભારે નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ટેન્કર સવારે દિલ્હી પબ્લિક સ્કૂલની સામે યુ-ટર્ન લઈ રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત થયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *