ઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોને ઝટકો, ગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો આકરા કર્યા

Australia Imposes Visa Restrictions On 6 Indian States: અમેરિકા, કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝાના નિયમોને આકરા બનાવ્યા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર આ છ રાજ્યોમાંથી અરજી કરતાં અરજદારો માટે નિયમો આકરા કર્યા છે. આ રાજ્યોમાંથી સ્ટુડન્ટ વિઝાની આડમાં છેતરપિંડી કરનારાઓની સંખ્યામાં વધારો થતાં ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ઑથોરિટીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આ રાજ્યોમાંથી લોકો સ્ટુડન્ટ વિઝા મારફત શૈક્ષણિક લક્ષ્યો પૂર્ણ કરવાના બદલે કાયમી નિવાસના માર્ગ તરીકે દુરુપયોગ કરી રહ્યા છે. 

ઘણી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ કડક પગલાં લેવાનું શરુ કર્યું છે. કેટલીક યુનિવર્સિટીએ આ પ્રદેશોમાંથી અરજીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે અન્યોએ વધુ કડક તપાસ અને ચકાસણી પ્રક્રિયાઓ શરુ કરી છે. ઇમિગ્રેશન ઑફિસરે જણાવ્યું હતું કે, અપ્રમાણિક અરજીઓનો ધસારો ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠા અને અખંડિતતા માટે જોખમ સમાન છે. જેને સંબોધવા માટે, યુનિવર્સિટીઓ ફક્ત કાયદેસર અને પ્રમાણિક વિદ્યાર્થીઓને જ વિઝા મળે તે સુનિશ્ચિત કરવા માટે ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સહયોગ કરી રહી છે. જો કે, આ નિર્ણયથી વાસ્તવમાં અભ્યાસ અર્થે અરજી કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં હતાશા ફેલાઈ છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો વધુ

ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં  ભારતીયોનો હિસ્સો વધુ રહ્યો છે. પરંતુ વર્તમાન વિઝા પ્રતિબંધોના કારણે ભારતીય વિદ્યાર્થીઓનું સપનું રોળાઈ શકે છે. કોવિડ મહામારી બાદ કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું ઘોડાપૂર જોવા મળતાં તેણે પણ સ્ટુડન્ટ વિઝા સહિત ઇમિગ્રેશન નિયમો આકરા બનાવ્યા હતા. બાદમાં આ વર્ષે ટ્રમ્પ સરકારના રાજમાં અમેરિકાના ઇમિગ્રેશન વિઝા નિયમો કડક બનાવાયા હતા. હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિઝા નિયમો કડક કરતાં વિદેશ ભણવા ઇચ્છુકોમાં નિરાશા વ્યાપી શકે છે. ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે જતાં ભારતીય વિદ્યાર્થીઓમાં ગુજરાત, પંજાબ, હરિયાણા ટોપ પર છે. નોંધ લેવી કે, નવા પ્રતિબંધો તમામ યુનિવર્સિટી પર લાગુ નથી. જો કે, તમામ યુનિવર્સિટી સરકારને વિઝા માટે જરૂરી બૅન્ક બેલેન્સની રકમમાં વધારો કરવા અપીલ કરી રહી છે.  

  • Related Posts

    CM ભુપેન્દ્ર પટેલ કાલે સુરતમાં , 600 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન…

    Continue reading
    20 લાખ લિટર પાણી, ફાયરની 34 ગાડીઓ અને 24 કલાકની મહામહેનતે આગ ઓલવી, રાજ ટેક્સટાઇલ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ

    સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *