મુખ્યમંત્રીશ્રીએ ભારતીય થલ સેના દિવસની પાઠવી શુભકામના
મુખ્યમંત્રીશ્રીએ ભારતીય થલ સેના દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અપનાવવામાં આવેલ ઝીરો ટોલરન્સની નીતિના કારણે આજે દેશ શાંતિ અને સલામતીનો અનુભવ કરી રહ્યો છે.
ગુજરાતમાં કાર્યરત રક્ષા શક્તિ શાળાઓની માહિતી આપતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શાળાકીય સ્તરેથી જ સુરક્ષા ક્ષેત્ર માટે આપવામાં આવતી તાલીમ માટેનાં આયોજનો યુવાઓને સશસ્ત્ર બળ અને સુરક્ષા ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માટેનો માર્ગ તૈયાર કરશે.