રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ, કુલ 196 માંથી 189 મત પડ્યા
રાજકોટમાં મામા-ભાણેજની પેનલ વચ્ચે ભારે આરોપ પ્રતિઆરોપ બાદ નાગરિક બેંકની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે.નાગરિક બેંકની ચૂંટણીમાં કુલ 196 સભ્ય મતદારોની સંખ્યા સામે 189 સભ્યોએ મતદાન કર્યું..આમ નાગરિક બેંકમાં 96.43 ટકા મતદાન નોંધાયું..રાજકોટમાં સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં જોવા મળતી ગરમાગરમી નાગરિક બેંકની ચૂંટણી પહેલા પણ જોવા મળી…અહીં જ્યોતિન્દ્ર મહેતા અને કલ્પક મણિયાર વચ્ચેની વર્ચસ્વની લડાઇનો જંગ ખેલાયો..મામા-ભાણેજ વચ્ચેની રાજકીય ચકમકની લડાઇ બનેલી આ જંગમાં બન્ને પેનલ ભાજપ સમર્થિત છે..ત્યારે એકંદરે શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ છે..ચૂંટણી માટે મતોની ગણતરી 19મી નવેમ્બરે યોજાશે..