૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#World

લ્યો બોલો! ઇસ્કોને બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય પ્રભુ સાથેનાં સંબંધો તોડ્યા

ઇસ્કોન (બાંગ્લાદેશ) દ્વારા બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવેલ ચિન્મય કૃષ્ણ દાસથી પોતાને દૂર કર્યું છે. ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઇસ્કોન બાંગ્લાદેશનાં જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસે જણાવ્યું હતું કે ઇસ્કોન તેમના(પ્રભુનાં) કોઈપણ નિવેદનો અથવા પ્રવૃત્તિઓ માટે જવાબદારી લેશે નહીં. તેમના કોઈપણ કામ માટે અમે(ઇસ્કોન) જવાબદાર નથી. 

ઈસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસે કહ્યું છે કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણ દાસના કોઈપણ નિવેદન કે પ્રવૃત્તિની જવાબદારી લેતું નથી. તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરતા કહ્યું કે ચિન્મય પ્રભુને તાજેતરમાં જ ઈસ્કોનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશમાં ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ સોમવારે દાસની ચિત્તાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં ઇસ્કોનના સમર્થકો અને લઘુમતી સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. સાથે સાથે ભારતમાં પણ બંગાળ અને અનેક જગ્યાએ પ્રભુની ધરપકડનાં કારણે હિન્દુઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *