૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#National

જાપાનીઝ એન્સેફાલીટીસ(વાયરસ)ની ભારતમાં એન્ટ્રી

જાપાનીઝ એન્સેફાલીટીસનો કેસ ફરી એક દાયકા પછી દિલ્હીમાં નોંધવામાં આવ્યો, આ ખતરનાક બિમારી છે ખુબ જ જાન લેવા – જે બચી જાય તેમને રહે છે મગજની અનેક બિમારીઓનું જોખમ

રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે એક દાયકા કરતાં વધુ સમય પછી પશ્ચિમ દિલ્હીમાંથી જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) નો કેસ નોંધાયો. આ કેસ પશ્ચિમ દિલ્હીના બિંદાપુરમાં સામે આવ્યો છે. જો કે સત્તાવાળાઓએ કેસ વિશે વિગતવાર માહિતી શેર કરી નથી, પરંતું દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ નિયંત્રણના પગલાં શરૂ કર્યા છે.

નાગરિક સંસ્થા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ રોગનો મૃત્યુદર ઊંચો છે, અને જેઓ બચી જાય છે તેઓ મગજની તકલીફની વિવિધ બિમારીથી પીડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) એ JE વાયરસને કારણે થતો ઝૂનોટિક વાયરલ રોગ છે. આ રોગનાં કેસમાં ફેટાલિટી રેટ (CFR) ઊંચો હોય છે અને તે જેઓ બચી જાય છે તે ન્યુરોલોજિકલ સિક્વેલીથી પીડાય છે.

ઉલ્લેખનીય છે કે, આ વાયરસ નો કેસ પૂર્વે 2011 માં દિલ્હીમાં પ્રથમ વખત નોંધવામાં આવ્યો હતો, તે સમયે 14 કેસ નોંધાયા હતા અને ફેટાલિટી રેટ ઘણો ઉંચો જોવામાં આવ્યો હતો. આ એજ વાયરસ છે કે જે ગોરખપુર દુર્ઘટના માટે પણ જવાબદાર હતો, ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં દાખલ 60 થી વધુ બાળકો ચેપના બે અઠવાડિયામાં જ આ વાયરલ રોગનાં કારણે મૃત્યુ પામ્યા હતા. જો કે, આમાંના ઘણા મૃત્યુ હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠાના અભાવને આભારી પણ હતા.

આ વાયરસ પ્રાણીઓ, પક્ષીઓ અને ડુક્કરમાંથી-ખાસ કરીને Ardeidae પરિવારના પક્ષીઓમાંથી – ક્યુલેક્સ મચ્છર દ્વારા મનુષ્યોમાં ફેલાય છે . તે બદલાતી તીવ્રતાની તાવની બીમારીમાં પરિણમી શકે છે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે અને ગંભીર ગૂંચવણો, હુમલા અને મૃત્યુ પણ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *