ઉદ્યોગપતિને ત્યાં પડ્યા ITનાં દરોડા, ચાલું રેડ દરમિયાન પૂર્વ સાંસદ કેમ સ્થળ અંદર પ્રવેશી ગયા ?
શું કોઇ સાંસદ કે પૂર્વ સાંસદ કે કોઇ નેતાનાં સગા-વહાલાને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડે તો સાંસદ કે પૂર્વ સાંસદ કે કોઇ નેતા દરોડાના સ્થળ પર જઈ શકે? સામાન્ચ લોકો કે વિશેષ લોકો હોય કાયદા અને નિયમ પ્રમાણે તો ઇન્કમટેક્સની રેડ દરમિયાન કોઈપણ વ્યક્તિ રેડની જગ્યામાં અંદર પ્રવેશી શકતો ન હોય ત્યારે આ નેતાજી કેમ અંદર ચાલ્યા ગયા ? શું આ ચેસ્ટા ઇન્કમટેક્સનાં કોઇ લોચાને દબાવી કે મામલાને પતાવી દેવા માટે કરવામાં આવી છે?
આવકવેરા વિભાગની ટીમ દ્વારા ગુજરાતમાં મોરબી અને મહેસાણામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોરબીની જાણીતી તીર્થક પેપર મિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા પરિવાર અને મહેસાણામાં રાધે ગ્રુપને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં બેનામી વ્યવહાર બહાર આવે તેવી આશંકા છે. પરંતુ તમામ હકીકતો વચ્ચે એવું તે શું થયુ કે એવા તે કોઇ વ્યક્તિ ITની ઝપેટમાં આવી ગયા કે ગુજરાતનાં એક પૂર્વ સંસદ મોરબીનાં જે ઉદ્યોગપતિને ત્યાં દરોડ પડ્યા તેનાં નિવાસ્થાને પહોંચી ગયા…
જી હા, મોરબીની જાણીતી તીર્થક પેપર મિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ પરિવારને ત્યા આઈટી દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાના સંકેતો વચ્ચે 100 અધિકારીઓની 35 ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે. દરોડામાં ઉદ્યોગ ગ્રુપ સાથે સંકળાયેલ અન્ય ભાગીદારો અને સીએને ત્યાં પણ તપાસ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવકવેરા વિભાગના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મોટા માથા ગણાતા રાજકીય આગેવાનના નજીકના સગા તીર્થક પેપરમિલ તેમજ ઘર પર સવારથી દરોડા પાડવામાં આવ્યા છે.
પેપર મિલ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ તીર્થક ગૃપના ભાગીદારો તેમજ સીએ સહિતનાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. જો કે, વિશેષતા એ છે કે, ઈન્કમટેક્સ વિભાગની ચાલુ રેડ દરમિયાન પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયા પોતાના વેવાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જી હા, જેમને ત્યાં દરોડા પડ્યા છે તે પૂર્વ સાંસદ કુંડારિયાનાં વેવાઇ છે. જો કે, ઇન્કમટેક્સના રેડ દરમિયાન કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી શકતો ન હોય ત્યારે પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાએ રેડ દરમિયાન ઘરમાં પ્રવેશ મેળવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તીર્થક ગ્રુપના ઉદ્યોગપતિ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાના વેવાઈ થતાં હોવાથી મામલો દબાવવા માટે પહોંચી ગયા હોવાની વાતે જોર પકડ્યું છે.
IT Raid, former MP, Tirthak Paper Mill, Morbi, Income Tax Department, political leader, Mohan Kundariya,