ધારીને નગરપાલિકાનો દરજ્જો એનાયત; ગુજરાતમાં હવે કુલ 160 નગરપાલિકા
રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે ‘ડ’ વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ ‘અ’ વર્ગની 22, ‘બ’ની 30, ‘ક’ની 60 અને ‘ડ’ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ પ્લાન સરળતાથી થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.